સોશિયલ મીડિયા પર પહેલા મિત્રતા કરી બાદમાં કરતો બ્લેકમેલ, 300 મહિલાઓ સાથે છેતરપિંડી બદલ યુવકની ધરપકડ

પોલીસે એક 23 વર્ષીય યુવકને 300 મહિલાઓને ફસાવીને પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર પહેલા મિત્રતા કરી બાદમાં કરતો બ્લેકમેલ, 300 મહિલાઓ સાથે છેતરપિંડી બદલ યુવકની ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

આંધ્ર પ્રદેશ પોલીસે એક એવા યુવકની ધરપકડ કરી છે જેના પર 300થી પણ વધારે મહિલાઓને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 23 વર્ષીય પ્રસન્ન કુમાર નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ યુવક દ્વારા પહેલા સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે મિત્રતા કરવામાં આવતી હતી અને તેનો વિશ્વાસ જીતી લેતો હતો. બાદમાં તેની સાથે સબંધો બનાવતો અને ત્યાર બાદ મહિલાઓને બ્લેકમેલ કરીને પૈસા પડાવતો હતો. આવી રીતે તેણે 300થી પણ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી હતી.

આ આરોપી યુવકે 2017માં બીટેકનો અભ્યાસ છોડી દીધો હતો અને આ ગુનામાં સામેલ થઈ ગયો હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ આરોપી 300થી વધારે મહિલાઓને ફસાવીને પૈસા પડાવી ચૂક્યો છે. યુવકે માત્ર આંધ્ર જ નહીં પણ તેલંગણાની છોકરીઓને પણ પોતાની જાળમાં ફસાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી યુવક પહેલા સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓ સાથે દોસ્તી કરતો હતો. પછી તેમની સાથે સંબંધો બનાવતા અને બાદમાં તેમની પાસેથી બ્લેકમેલ અને પૈસા પડાવતો હતો. આ પૈસા દ્વારા તે પોતાના નવાબી શોખ પુરા કરતો હતો.

આ અગાઉ પ્રસન્ન કુમારની ઘરમાં તોડફોડ અને મારામારી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જામીન પર બહાર આવ્યા બાદ તેણે પૈસા કમાવવા માટે છોકરીઓને ફસાવવાનું શરું કર્યું હતું. પ્રસન્નાની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન બ્લેકમેલિંગનો પર્દાફાશ થયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ હૈદરાબાદ, વિજયવાડા અને કડપ્પાની 300 જેટલી છોકરીઓને ફસાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આરોપી પાસેથી 1.26 લાખ રૂપિયા રોકડા અને 30 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ પીડિતોને સામે આવીને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા અપીલ કરી છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Click on your DTH Provider to Add TV9 Gujarati