એવો તો શું ઝગડો થયો ડોક્ટર દંપતિ વચ્ચે કે પતિએ પત્ની પર છરી વડે કર્યો હુમલો, બાદમાં છરીથી પત્નીના વાળ પણ કાપી નાખ્યા

એક ડોક્ટર દંપતી વચ્ચેની દલીલ એટલી ઉગ્ર બની ગઈ કે, 38 વર્ષના ડોક્ટરે પત્ની પર હુમલો કરી દીધો અને તેના વાળ છરીથી કાપી નાખ્યા હતા.

એવો તો શું ઝગડો થયો ડોક્ટર દંપતિ વચ્ચે કે પતિએ પત્ની પર છરી વડે કર્યો હુમલો, બાદમાં છરીથી પત્નીના વાળ પણ કાપી નાખ્યા
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક ડોક્ટર દંપતી વચ્ચેની દલીલ એટલી ઉગ્ર બની ગઈ કે, 38 વર્ષના ડોક્ટરે પત્ની પર હુમલો કરી દીધો અને તેના વાળ છરીથી કાપી નાખ્યા હતા. મહિલા પર હુમલો કરવાના આરોપમાં હાલ પોલીસે પતિની ધરપકડ કરી છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. વિશ્રાંતવાડી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારે મોડી રાત્રે બની હતી જ્યારે શહેરના ધનોરી વિસ્તારમાં ડોક્ટર દંપતી વચ્ચે તેમના ઘરે ઝઘડો થયો હતો.

તેમણે જણાવ્યું કે, આરોપી નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને તેની પત્નીએ તેની બહેનના લગ્નમાં હાજરી આપવાનું કહ્યું પછી તેણે તેની સાથે ઝઘડો કર્યો. અધિકારીએ કહ્યું કે, ગુસ્સામાં આરોપીએ પહેલા છરી ઉપાડી અને તેની પીઠ પર મારી બાદમાં તેના વાળ કાપી નાખ્યા હતા. ડોક્ટર પતિનું નામ દિગંબર ધાડવાડ છે, તેની ઉંમર 38 વર્ષ છે. તે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી (BHMS) છે. પીડિતા અને ફરિયાદી પત્નીનું નામ પાલ પલ્લવી રવિ ધાડવાડ છે અને તે પણ એક ડોક્ટર છે.

મહિલાએ સોમવારે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી, ત્યારબાદ આરોપીની IPCની કલમ 326 હેઠળ પતિની ધરપકડ કરવામાં આવી. હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે

 

આ પણ વાંચો: Mumbai Local Train Pass: મહિનાના રેલવે પાસ માટે ટિકીટ બારી પર લાગી ભારે ભીડ, BMC કર્મચારીઓ માટે બારકોડ સ્કેન બન્યુ માથાનો દુ:ખાવો

આ પણ વાંચો: Gold Price Today : સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર , 11 હજાર રૂપિયા સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati