Valsad : આંતરરાજય વાહનચોર ગેંગનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

પૂર્વીય રાજ્યોમાં ભંગાર થયેલ વાહનોના ચેસીઝ નંબર અને એન્જીન નંબર મેળવી દમણમાં પાસિંગ કરતી આ ગેંગનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે.

Valsad : આંતરરાજય વાહનચોર ગેંગનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ
Valsad: Interstate trafficking gang busted (file )
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:28 AM

વલસાડ જિલ્લા એલસીબી પોલીસને એક મોટી સફળતા મળી છે. કરોડો રૂપિયાની કિંમતના ચોરી કરેલા મોટા વાહનો સાથે આંતરરાજ્ય વાહનચોર ગેંગના ૩ સાગરીતોને ઝડપી લીધા છે. પોલીસની આ કાર્યવાહીમાં અત્યાર સુધી 1.14 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને દેશના વિવિધ રાજ્યોમાં થયેલા મોટા વાહનોની ચોરીના અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.

તો હજુ પણ આગામી સમયમાં વાહન ચોરીના અનેક ગુનાઓના ભેદ ઉકેલવાની શકયતા સેવાઈ રહી છે. પૂર્વીય રાજ્યોમાં ભંગાર થયેલ વાહનોના ચેસીઝ નંબર અને એન્જીન નંબર મેળવી દમણમાં પાસિંગ કરતી આ ગેંગનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું છે.

વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ રાજદીપસિંહ ઝાલા અને વલસાડ એલસીબીની ટીમને છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં એક મોટી આંતરરાજ્ય વાહનચોર ગેંગ સક્રિય હોવાની બાતમી મળી હતી. ત્યારથી જ વલસાડ જિલ્લાની પોલીસ આ આંતરરાજ્ય ગેંગને ઝડપવા તપાસમાં હતી. એ દરમિયાન જ એલસીબીની ટીમને મળેલી બાતમીને આધારે એલસીબી પીઆઇ જે. એન.ગૌસ્વામી અને તેમની ટીમે વાપી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અને ત્યારબાદ તેમની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા એક મસમોટું આંતરરાજ્ય વાહન ચોરીનું રેકેટ ઝડપાયું હતું.આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછ કરતાં જે હકીકત બહાર આવી છે. તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી.પોલીસે અત્યારે આરોપીઓ પાસેથી દેશભરના વિવિધ રાજ્યોમાંથી ચોરી કરેલા 13 મોટા આઈસર ટેમ્પો અને 2 કાર મળી કુલ 15 વાહનો કબજે કર્યા છે. અને રૂપિયા 1.14 કરોડના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે.

વાહન ચોરીના રેકેટમાં ઝડપાયેલા આરોપીઓ મોહમ્મદ સલમાન મહંમદ શકીલ,મહમૂદ રમઝાન ખાન અને મોહમ્મદ જાબીર અબ્દુલ ગફાર શેખ નામના ત્રણેય આરોપીઓ ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટેભાગે બ્રાઉન કલરના આઇશર ટેમ્પો અને કાર જેવા મોટા વાહનોની ચોરી કરતા હતા. ત્યારબાદ દેશના પૂર્વીય રાજ્યોમાંથી વાહન ચોરી કર્યા બાદ ટોટલ લોસમાં ગયેલા વાહનોની આર.સી બુક મેળવતા હતા.

ત્યારબાદ આ વાહનોના ચેચીસ અને એન્જિન સાથે છેડછાડ કરી એનકેન પ્રકારે પૂર્વોત્તર રાજ્યો એટલેકે નાગાલેન્ડ,મિઝોરમ અને અરૂણાચલ જેવા રાજ્યોના આરટીઓમાંથી એન.ઓ.સી મેળવી લેતા હતા. અને ત્યારબાદ પૂર્વોત્તરના રાજ્યોમાંથી હજારો કિલોમીટર દૂર આવેલા સંઘપ્રદેશ દમણના આર.ટી.ઓ વિભાગમાં તે ચોરીના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી અને તેને વેચી મારતા હતા.આ ભેજાબાજ વાહનચોર ગેંગએ અત્યાર સુધી અનેક વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યા છે.

પોલીસે અત્યારે દેશના વિવિધ રાજ્યોમાંથી ચોરી કરેલા બ્રાઉન કલરના 13 આઇશર ટેમ્પો અને 2 કાર મળી ચોરીના કુલ 15 વાહનો કબજે કર્યા છે. જેની કુલ કિંમત 1.14 કરોડથી વધુ થાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">