વલસાડ : મામાની સગીર પુત્રીનું અપહરણ કરનાર ફરાર આરોપી ઝડપાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં ગત શુક્રવારના રોજ એક તરફી પાગલ પ્રેમીએ પોતાના જ મામાની સગીર દિકરીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી મામાના પરિવારજનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.

વલસાડ : મામાની સગીર પુત્રીનું અપહરણ કરનાર ફરાર આરોપી ઝડપાયો
Valsad: Fugitive accused of kidnapping uncle's underage daughter caught (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 7:22 PM

વલસાડ જિલ્લાના પરીયામાં મામાના પરિવાર પર જીવલેણ હુમલો કરી અને લગ્ન કરવાના ઇરાદે મામાની સગીર પુત્રીનું અપહરણ (Kidnapping)કરી ફરાર થઈ ગયેલા શાતિર આરોપી (Accused)સુનિલ પટેલને અંતે પોલીસે (Police) ઝડપી પાડયો છે. સાથે જ તેના સગીર સાથીને પણ પોલીસે દબોચી લીધો છે. જોકે આ શાતિર આરોપી અને તેના સાથીએ વલસાડ જિલ્લાભરની પોલીસને 50 કલાકથી વધુ સમય સુધી હંફાવી હતી. પરંતુ વલસાડ જિલ્લા પોલીસના 150થી વધુ જવાનો 15 અધિકારીઓ 400થી વધુ ગ્રામજનો 40થી વધુ બાઇક સહિતના કાફલાએ 50 કલાક સુધી જંગલ વિસ્તારમાં રાત દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરતા આખરે 50 કલાક બાદ પોલીસને સફળતા મળી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં ગત શુક્રવારના રોજ એક તરફી પાગલ પ્રેમીએ પોતાના જ મામાની સગીર દિકરીનું લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી મામાના પરિવારજનો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો.પરિયાના માથાભારે સુનિલ પટેલ નામનો આ યુવક તેના જ મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં ભાન ભૂલ્યો હતો. અને મામાના ઘરે જઈ મામી અને મામા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને મામાની સગીર દીકરીનું અપહરણ કરી અને ફરાર થઈ ગયો હતો. સગીરાની માતા અને તેના કાકાને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે પારડીની મોહન દયાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સગીરા અને તેનું અપહરણ કરનાર આરોપી સુનિલ પટેલ અને તેના અન્ય એક સગીર સાથીની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી હતી.

જોકે આરોપી સુનિલ પાસે તીક્ષ્ણ હથિયારો હતાં. આથી સગીરાનો જીવ જોખમમાં હોવાથી વલસાડ જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતા જાણી ઓપરેશનમાં જોડાયા હતા. જોકે આરોપી સગીરાને લઈને પરિયા ગામના છેવાડે આવેલા જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. આથી તેને શોધવા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળી 150થી વધુ પોલીસકર્મીઓની ટીમ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રે પણ શોધખોળ કરવા પોલીસ દ્વારા નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં વહેલી સવારે સગીરાનો હેમખેમ છુટકારો કરવામાં પોલીસને સફળતા મળી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સગીરાના આબાદ બચાવ બાદ પોલીસ માટે આ ખૂંખાર અને સનકી ઈસમને ઝડપવા પડકાર હતો. આથી આરોપીઓને શોધવા પોલીસે પરિયા અને આસપાસમાં આવેલા 9 જેટલા ગામોના યુવકોની પણ મદદ લીધી હતી. આસપાસના ગામોના 400થી વધુ યુવકો અને 50થી વધુ બાઈક સવારો પણ સર્ચ ઓપરેશનમાં પોલીસની મદદ માટે જોડાયા હતા. વાડી અને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. અંતે સોમવારની સવારે વલસાડ પોલીસે આરોપી સુનિલ અને તેના સગીર સાગરીત ને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

જોકે આ ઘટનામાં આરોપી સુનિલ પટેલનો સાથ આપનાર તેનો સગીર સાથી આરોપી જે દિવસે આરોપીઓએ સગીરાનું અપહરણ કર્યું, તે દિવસે 18 વર્ષમાં માત્ર એક જ દિવસ નાનો હોવાથી તે કાયદાની નજરમાં સગીર હોવાથી કાયદાના ગાળિયામાંથી તે બચી ગયો છે. જોકે પોલીસે આ ઘટનામાં આરોપીઓના ગુનાહીત અને ઝનૂની માનસિકતાને ધ્યાનમાં રાખી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તો આરોપી પાસેથી ગુન્હામાં વપરાયેલ હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં મામા ફઈબાના ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધને પણ એક તરફી સંકી પ્રેમીએ લાંછન લગાવ્યું હતું. આ સંકી પ્રેમી તેની મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં હોવાનો બંને પરિવારને છેલ્લા એક વર્ષથી જાણ હતી. તેમ છતાં ભોગ બનનાર સગીરાના પરિવારજનો આ અંગે સમાજમાં લોકલાજ જવાના ડરે ચૂપ રહ્યા હતા. આથી આ માથાભારે પ્રેમીની હિંમત વધતા એક વર્ષથી પરિવાર ને વારંવાર ધમકીઓ આપતો હતો.તેમ છતાં પણ પરિવારજનો ચૂપ રહેતા હતા.તેનું ગંભીર પરિણામ આવ્યું હતું.

પરિવારમાં બહેન થતી સગીરાના અપહરણ અને 18 કલાક સુધી બાનમાં રાખનાર સંકી અને માથાભારે ઈસમ અંતે પોલીસ પાંજરે પુરાઈ ગયો છે.અગાઉ પણ સુનિલ આ પરિવારને ધાક ધમકી આપતો હતો. અને સગીરા સાથે લગ્ન કરવા લાજ શરમ પણ વટાવી ચૂક્યો હતો. ત્યારે પોલીસને એ વાતનો સંતોષ છે કે સુરતની ગ્રીષ્મા સાથે બનેલ ઘૃણાસ્પદ ઘટના સામાન આ ઘટના રોકવામાં સફળ થયા છે.ત્યારે હવે આરોપી સુનિલના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : પોરબંદર : મહિલા કોન્સ્ટેબલ અંકિતા ઝંકાટ બાઈક સ્ટંટમાં 4 વખત રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવ્યા

આ પણ વાંચો : Ahmedabad: સરખેજ પોલીસે ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપી પાડી

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">