Ahmedabad: સરખેજ પોલીસે ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપી પાડી

આ ગેંગ હરિયાણાથી ચોરી કરવા બાય રોડ આવતા હતા, ગાડીમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવતા હતા, જેનાથી પોલીસના હાથે ન પકડાયા. આરોપીઓ ચોરી કરી ચોરી કરેલ વસ્તુઓ હરિયાણા લઈ જઈને ત્યાં આગળ વેચી નાખતા હતા.

Ahmedabad: સરખેજ પોલીસે ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપી પાડી
સરખેજ પોલીસે ઇકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ ઝડપી પાડી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:40 PM

અમદાવાદ (Ahmedabad) માં સરખેજ પોલીસ (Police) ઈક્કો કારનું સાયલેન્સર (silencer)  ચોરી કરતી ભેજાબાજ ગેંગ (gang) ને ઝડપી પાડી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતી આ ગેંગને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડવામાં આખરે સરખેજ પોલીસને સફળતા મળી છે. આ ગેંગ માત્ર સાઇલેન્સરની ચોરી જ કરતી હતી.

સરખેજ પોલીસના સકંજામાં આવી ગયેલી હરિયાણાની મેવાતી ગેંગ સાઇલેન્સર ગેંગ તરીકે ઓળખાય છે અને ઇકો કારના સાઇલેન્સરને ટાર્ગેટ કરે છે. જેમાં હાલ જ સાડા સાત લાખના સાઇલેન્સર ચોરીના ગુનામાં આ ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડયા છે. આ ગેંગ આટલા બધા સાયલેન્સર ચોરી કરી ને શુ કરતી હશે તે જાણવું પણ રસપ્રદ છે.

સરખેજ પોલીસના સકંજામાં આવી ગયેલી આ ટોળકીમાં પકડાયેલા આરોપીઓના નામ મુનફેદખાન મેવ, તરીક અનવર મેવ, અલ્તાફ હુસેન મેવ, અને મોહમદ રહીસ મેવ છે. આ ભેજાબાજ ચોર ટોળકી લેટેસ્ટ ઈક્કો ગાડીના સાયલેન્સરની ચોરી કર તી હતી કેમ કે તેમાં વપરાતા પ્લોડિયમ અને પ્લેટેનિયમ જેવી કિંમતી મેટલનો બજારમાં તેમને ઊંચો ભાવ મળતો. એટલે કે તેમનો ટાર્ગેટ કારના સાયલેન્સર નહીં પણ તેમાં કાર્બન કેન્ટ્રોલ કરવા વપરાતી કિંમતી ધાતુ હતી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ ટોળકીએ હરિયાણામાં 18 થી વધારે ગુનાઓને અંજામ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં સાઇલેન્સર ચોરીનો તરખાટ મચાવી ફરાર થઈ જતી હતી. પરંતુ આખરે સરખેજ પોલીસે આ ટોળકીને ઝડપી સાઇલેન્સર ચોરીના 8 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હાલ સરખેજ પોલીસે મેવાતી ગેંગના ચાર આરોપીને ઝડપી પડ્યા છે અને ફરાર ઈરફાન નામના એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ ગેંગ હરિયાણાથી ચોરી કરવા બાય રોડ આવતા હતા. જે ગાડીમાં ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવતા હતા. જેનાથી પોલીસના હાથે ન પકડાયા. આરોપીઓ ચોરી કરી ચોરી કરેલ વસ્તુઓ હરિયાણા લઈ જઈને ત્યાં આગળ વેચી નાખતા હતા. ત્યાર બાદ ચોરી કરવા ફરી નીકળતા હતા. જો કે આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં ચોરી અંજામ આપ્યો છે. જેને લઈ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Surat: પાંડેસરાના માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ

આ પણ વાંચોઃ Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">