Vadodara: શહેર પોલીસે ડ્રગ્સ કેસના આરોપીનો હોંગકોંગથી કબ્જો મેળવ્યો, 12 કરોડનાં ડ્રગ્સ કેસમાં મોટી સફળતા

Vadodara Crime: 2008માં 12 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસમાં આરોપી શી જિંગ ફેંગ 28 એપ્રિલ 2011એ SSG હોસ્પિટલમાંથી જાપ્તા ટુકડીને થાપ આપી ભાગી ગયો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 6:24 PM

Vadodara: વડોદરા પોલીસે (Vadodara Police) ડ્રગ્સ કેસના આરોપી શી જિંગ ફેંગ ઉર્ફે રિચાર્ડનો પ્રત્યાર્પણથી હોંગકોંગ(Hongkong)થી કબ્જો મેળવ્યો. 2008માં 12 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ કેસમાં આરોપી શી જિંગ ફેંગ 28 એપ્રિલ 2011એ SSG હોસ્પિટલમાંથી જાપ્તા ટુકડીને થાપ આપી ભાગી ગયો હતો.

આરોપી વડોદરાથી ભાગીને સુરત ત્યાંથી નેપાળ અને કેનેડા ગયો હતો. શી જિંગ ફેંગે કેનેડાથી બોગસ પાસપોર્ટ(Duplicate Passport) બનાવીને હોંગકોંગ પહોંચ્યો હતો. મની લોન્ડરિંગના કેસમાં શી જિંગ ફેંગને હોંગકોંગમાં 4 વર્ષ 4 માસની સજા થઈ હતી.

આરોપીને માર્ચ 2012થી ભારત પરત લાવવા કાયદાકીય કાર્યવાહી ચાલતી હતી. આ કેસમાં શી જિંગ ફેંગના બે સાથીને આજીવન કેદની સજા થઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">