સુરતમાં હવે તો દૂધની પણ ચોરી થાય છે, દુધની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી વહેલી સવારે દુકાનની બહાર મુકવામાં આવેલ દુધ ભરેલા બાસ્કેટની ચોરીના બનાવો બની રહ્યા હતા. ત્યારે આવો એક બનાવ સુરતના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં પણ બન્યો હતો.
સુરત (SURAT) શહેરના સિંગણપોરમાંથી ટેમ્પોની ચોરી કરી તેના મારફતે શહેરના અલગઅલગ વિસ્તારમાંથી વહેલી સવારે દુધની (Milk) ચોરી તથા ચોરીનું દુધ (Milk) લેનાર ઈસમને ડિંડોલી પોલીસે ઝડપી પાડયો છે. આ સાથે જ પોલીસે ટેમ્પો ચોરી તથા દુધ ચોરી સહિતના ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેંગ દ્વારા માત્ર વહેલી સવારે દૂધની ચોરી (Milk theft)કરતા હતા.
દૂધની ચોરી કરનાર શખ્સોની મોડસ ઓપરેન્ડી
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી વહેલી સવારે દુકાનની બહાર મુકવામાં આવેલ દુધ ભરેલા બાસ્કેટની ચોરીના બનાવો બની રહ્યા હતા. ત્યારે આવો એક બનાવ સુરતના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં પણ બન્યો હતો. જેથી પોલીસ આવા ઇસમોને પકડવા માટે વોચમાં હતી. ત્યારે તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી જ ડિંડોલી પોલીસે બે ઈસમને થ્રી- વ્હીલર ટેમ્પા તથા તેમાં ભરેલ ખાલી દુધના કેરેટ મળી કુલ રૂ.62,875ની મત્તા કબજે કરી હતી. સાથેસાથે ટેમ્પો ચોરી તથા દુધ ચોરી મળી કુલ ચાર ગુનાના ભેદ ઉકેલી કાઢયા હતા. પોલીસે રાધેશ્યામ જીવરાજ કલાલ અને પ્રેમકુમાર ડાલુરામને ઝડપી પાડી, તેઓ પાસેથી ટેમ્પો, દુધના ખાલી કેરેટ મળી કુલ રૂ 62,875નો મુદ્દામાલ કબ્જે કરી ડિંડોલી, સિંગણપોર, અને બે ચોકબજારમાં નોંધાયેલ ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢયા છે.
આમ તો એવું હોય છે કે સુરત શહેર અને બીજા શહેરોમાં દૂધના ટેન્કરો દુકાન કે ડેરીની બહાર દૂધ ભરેલા કેન બહાર ઓટલા પર મૂકી દેવામાં આવતા હોય છે. ત્યારે દુકાન ખુલતા આ લોકો દૂધ દુકાનમાં વેંચતા હોય પણ તે સમય ગાળામાં આ ઈસમો રેકી કરી કોઈ દેખાય નહીં ત્યારે દૂધ ભરેલા કેનોની ચોરી કરતા હતા. અને તે પણ એક જ વેપારીને વેચતા હતા. આમ ડીંડોલી પોલીસે આ બંને ઇસમોને ઝડપી પાડી શહેરના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે. તે પણ માત્ર વહેલી સવારે દૂધ ચોરી જ કરતા હતા.
આ પણ વાંચો : રાજકોટ : એક બાદ એક ભાજપના નેતા કોરોના સંક્રમિત થયા, નેતાઓને હોમ આઇસોલેટ કરાયા
આ પણ વાંચો : Surat : હાઇકોર્ટ બાદ હવે તમામ કોર્ટમાં આજથી ઓનલાઇન જ સુનાવણી થશે, અરજદારોની ભારે ભીડ