રાજકોટ : એક બાદ એક ભાજપના નેતા કોરોના સંક્રમિત થયા, નેતાઓને હોમ આઇસોલેટ કરાયા

ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા અને બાદ હવે ભરત બોઘરાનો (Bharat Goghara) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા મુખ્યપ્રધાનની રેલીમાં પણ હાજર રહ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Jan 10, 2022 | 3:07 PM

રાજકોટમાં (Rajkot)એક બાદ એક ભાજપના (BJP) નેતાઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ભાજપના નેતા નીતિન ભારદ્વાજ, ધનસુખ ભંડેરી, મનીશ ચાંગેલા અને બાદ હવે ભરત બોઘરાનો (Bharat Goghara) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા મુખ્યપ્રધાનની (CM Bhupendra Patel) રેલીમાં પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પણ કોરોના સંક્રમિત થયા છે. તેઓ ઉત્તરપ્રદેશથી ચૂંટણીપ્રચાર પૂર્ણ કરીને પરત ફર્યા હતા. ત્યારબાદ તેમનો કોરોના (Corona) રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેશનમાં છે. તેમની તબિયત સારી છે.

રાજકોટમાં આજે બપોર સુધીમાં 46 કેસ નોંધાયા છે. મનપાના આસી. કમિશનર સમીર ધડુક કોરોના પોઝિટિવ નોંધાયા છે સાથોસાથ ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રવાસેથી પાછા ફરેલા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાય. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનીષ ચાંગેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.

રાજકોટમાં કોરોનાની (Corona) વિકટ બનતી સ્થિતિ

રાજકોટમાં છેલ્લા અઠવાડિયાથી ભયજનક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે રાજકોટમાં શનિવારે કોરોના કેસમાં શહેરમાં 166 અને ગ્રામ્યમાં કેસના વધારા સાથે 91 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે 9મીએ રવિવારના રોજ શહેરના કેસમાં 28 આંકનો વધારો થતા 194 અને ગ્રામ્યના કેસમાં 31 આંકનો ઘટાડો થતા 60 કેસ નોંધાયા છે. આમ, કુલ પોઝિટિવ કેસ 254 અને કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 1444 થઇ છે.

આ પણ વાંચો : Gandhinagar: મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને પ્રિકોશનરી ડોઝ આપવાની શરુઆત

આ પણ વાંચો : આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, ”ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ, સરકારે કડક નિયંત્રણો લાદવા ન પડે તેની જવાબદારી લોકો પર”

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati