AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હાઇકોર્ટ બાદ હવે તમામ કોર્ટમાં આજથી ઓનલાઇન જ સુનાવણી થશે, અરજદારોની ભારે ભીડ

આખા રાજ્યમાં ત્રીજી લહેરનો પ્રારંભ થઇ ચુક્યો હોય તેમ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પહલે હાલમાં જ હાઇકોર્ટ દ્વારા તમામ સુનાવણી ઓનલાઇન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

Surat : હાઇકોર્ટ બાદ હવે તમામ કોર્ટમાં આજથી ઓનલાઇન જ સુનાવણી થશે, અરજદારોની ભારે ભીડ
a huge crowd of applicants at surat court (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:39 PM
Share

સુરત (Surat )સહિત રાજ્યભરમાં વધી રહેલા કોરોના વાયરસના(Corona Virus ) સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા એક પછી એક કડક નિયંત્રણો લાગુ પાડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ હાઇકોર્ટ બાદ હવે સેશન્સ સહિતની તમામ કોર્ટમાં આજથી ઓનલાઇન સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે સોમવારે સવારે સુરત કોર્ટ બહાર અરજદારોથી માંડીને લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે ઓનલાઇન સુનાવણી હોવાની જાણ થતા તેઓએ ધક્કો ખાવાનો વારો પણ આવ્યો હતો.

જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાની સાથે જ કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. આખા રાજ્યમાં ત્રીજી લહેરનો પ્રારંભ થઇ ચુક્યો હોય તેમ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે હાલમાં જ હાઇકોર્ટ દ્વારા તમામ સુનાવણી ઓનલાઇન હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્યારે આજથી સુરત સહિતની તમામ કોર્ટ કચેરીઓમાં માત્ર વકીલોને જ પ્રવેશ આપવાની સાથે તમામ કાર્યવાહી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. જેને પગલે સોમવારે વહેલી સવારથી જ કોર્ટની બહાર અરજદારોથી લઈને અસીલોની લાંબી કતારો જોવા મળી હતી. કોર્ટ પરિસરની બહાર પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો હતો.

જોકે કોર્ટ કામગીરી માટે આવેલા લોકોને પરત કરવામાં તૈનાત સિક્યોરિટી સ્ટાફ અને પોલીસ કર્મચારીઓને ભરશિયાળામાં પણ પરસેવો છૂટી ગયો હતો. નોંધનીય છે કે કોરોનાના કેસો વધતા હવે સરકારે તો નવી ગાઇડલાઇન બહાર પાડી જ છે સાથે સાથે લોકો પણ સ્વયંભૂ નિર્ણયો લઈને કોરોનાથી બચવા અટકાયતી પગલાં લઇ રહ્યા છે.

સુરત મહાનગરપાલિકામાં પણ ફિંગરપ્રિન્ટ દ્વારા લેવામાં આવતી કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પણ અત્યારે બ્રેક મુકવામા આવી છે. હાલ આ લહેરમાં સંક્રમણનો દર સૌથી વધારે હોય તકેદારી માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સુરત કોર્ટ દ્વારા પણ ઓનલાઇન સુનાવણી નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જોકે ઘણા અરજદારો તેનાથી અજાણ હોય તેમને કોર્ટ કચેરીનો ધક્કો ખાવો પડ્યો હતો.

આ પણ વાંચો : Surat : ત્રણ દિવસના વિરામ બાદ આજથી ફરી 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે રસીકરણ શરૂ

આ પણ વાંચો : Surat: કોરોનાકાળમાં ફરી વધ્યું યોગાનું ચલણ, શારીરિક અને માનસિક શાંતિ માટે લોકો જોડાવા લાગ્યા યોગા ક્લાસીસમાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">