ખાનગી ઇન્ટર કોલેજમાંથી મળી આવ્યું હાડપિંજર, કોલેજમા એક સમયે હતુ ક્વોરેન્ટાઇન સેન્ટર

ખાનગી ઇન્ટર કોલેજમાંથી મળી આવ્યું હાડપિંજર, કોલેજમા એક સમયે હતુ ક્વોરેન્ટાઇન સેન્ટર
પ્રતિકાત્મક તસ્વીર

વારાણસીની ખાનગી કોલેજના બંધ ઓરડામાંથી એક હાડપિંજર મળી આવ્યું. પોલીસનું કહેવું છે કે જે બિલ્ડીંગના રૂમમાંથી શબ મળ્યું છે તેને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં નહોતું આવ્યું.

Gautam Prajapati

| Edited By: Bipin Prajapati

Feb 12, 2021 | 10:51 AM

બુધવારે વારાણસીની એક ખાનગી ઇન્ટર કોલેજના બંધ ઓરડામાંથી એક માનવીય હાડપિંજર મળી આવ્યું. વારાણસી કેન્ટ પોલીસ સ્ટેશન હેઠળની આ ઇન્ટર કોલેજને કોરોના દરમિયાન કોવિડ -19ના ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવાતી હતી. પોલીસનું કહેવું છે કે જે બિલ્ડીંગના રૂમમાંથી શબ મળ્યું છે તેને ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં નહોતું આવ્યું.

અહેવાલ મુજબ ઓરડામાં એક ડેસ્કની નીચેથી હાડપિંજર મળી આવ્યું. નિયમો અનુસાર તેને પ્રાપ્તિના 72 કલાકમાં તેને લેબમાં મોકલવામાં આવ્યું. પોલીસે જાણાવ્યું કે હાડપિંજર વિશે વધુ માહિતી છે કે જેમ કે મૃત્યુનું કારણ, ક્યારે મોત નીપજ્યું અને મૃતકનું લિંગ વગેરે લેબ રીપોર્ટ બાદ જ બહાર આવશે.

સફાઈ દરમિયાન દેખાયું હાડપિંજર પોલીસના જણાવ્યા અનુસાર તેમને કહેવામાં આવ્યું છે કે જે ઓરડામાંથી હાડપિંજર મળી આવ્યું, તે રૂમ કેમ્પસની પાછળનો ભાગમાં છે. અને તે ઘણા વર્ષોથી બંધ હતો. અને કોવિડ -19 ક્વોરેન્ટાઇન સેન્ટર બિલ્ડિંગના આગળના ભાગમાં બનાવવામાં આવ્યો હતો. ડીઆઈજી અમિત પાઠકે કહ્યું, “બુધવારે કેટલાક લોકો ઓરડાની બહાર ઝાડીઓ સાફ કરી રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ હાડપિંજર જોયું.”

પાઠકે વધુમાં કહ્યું, “જે વ્યક્તિનું શરીર છે તેની ઉમર અને લિંગ વિશે કંઇ કહી શકાય એમ નથી. ઓટોપ્સી રિપોર્ટ બહાર આવ્યા પછી જ તે સ્પષ્ટ થશે. ” તેઓએ જણાવ્યું હતું કે શુક્રવાર સુધીમાં રિપોર્ટ આવી શકે છે. “આ સ્કૂલનો ગયા વર્ષે ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફક્ત શાળાની નવી બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

DIG પાઠકનું કહેવું છે કે એકવાર રિપોર્ટ આવે બાદમાં મૃત્યુ ક્યારે થયુ તે જાણી શકાશે. ત્યારબાદ એ નક્કી કરવું આસાન હશે કે શબ પહેલેથી અહીં મૂકવામાં આવ્યો હતો કે કોરોના દરમિયાન મુકાયો. જો કે ASP અભિમન્યુ માંગલિકે કહ્યું કે શરીર 80 ટકા સુધી સડી ગયું છે. અને એવું લાગી રહ્યું છે કે લાશને ઓરડામાં લાવવામાં આવી હશે. અને એમ લાગે છે કે થોડા મહિના પહેલા જ મોત નીપજ્યું હશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati