એક તરફી પ્રેમી સાથે પકડાયેલ યુવતીએ ડ્રગ્સની એવી સ્ટોરી ઉભી કરી કે પોલીસ પણ ચોંકી ગઇ

એક તરફી પ્રેમી સાથે પકડાયેલ યુવતીએ ડ્રગ્સની એવી સ્ટોરી ઉભી કરી કે પોલીસ પણ ચોંકી ગઇ
The girl, who was caught with a pro-boyfriend, created a drug story that shocked even the police

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે શહેજાદ અને સગીરા સાથે સોશિયલ મિડીયામાં પરિચય થયો હતો અને અવારનવાર તેની પાછળ જઇને તેને પ્રેમ સબંઘ બાંધવા માટે દબાણ કરતો હતો.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Oct 28, 2021 | 5:04 PM

રાજકોટમાં ગત 25મી ઓક્ટોબરના રોજ સગીર યુવતીએ ફિનાઇલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. યુવતીએ પોલીસને નિવેદન આપ્યું હતુ કે પોતે બ્યુટીપાર્લર ચલાવે છે અને નવાબ નામનો વ્યક્તિ તેને બળજબરીથી ડ્રગ્સ વેંચવા માટે દબાણ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો.જો કે પોલીસ તપાસમાં યુવતી દ્રારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા હોવાનું સામે આવ્યું હતુ અને યુવતી દ્રારા આ તરકટ રચવામાં આવ્યું હોવાનુું સામે આવ્યું છે.

સગીર યુવતીના શું હતા આક્ષેપો ? હોસ્પિટલના બિછાને પડેલી યુવતીએ આક્ષેપ કર્યા હતા કે થોડા દિવસ પહેલા એક મહિલા તેના બ્યુટીપાર્લરમાં આવી હતી. અને તે મહિલાએ તેનું પર્સ લેવાનું કહ્યું હતુ. જ્યારે પર્સ લીધું ત્યારે તેમાં ડ્રગ્સનું પેકેટ હતું. અને આ મહિલા દ્રારા ડ્રગ્સ સાથેનો ફોટો પાડી લેવામાં આવ્યો હતો.યુવતીના કહેવા પ્રમાણે આ મહિલા ડ્રગ્સ પેડલર હતી અને તેના પાર્ટનર કે જે પોલીસની ઓળખ આપતો હતો. તેની સાથે મળીને ડ્રગ્સ વેંચવા મજબુર કરતા હતા.24મી તારીખે રાત્રે આ મહિલાનો પાર્ટનર તેના ઘરે દબાણ કરવા આવ્યો હતો. જેના ત્રાસથી તેને આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું નિવેદન આપ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું તથ્ય પોલીસને શરૂઆતથી જ આ ઘટના શંકાસ્પદ લાગતી હતી.પોલીસે જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરી ત્યારે તથ્ય અલગ જ નિકળ્યું.પોલીસે શરૂઆતમાં સગીર યુવતીના દાદીનું નિવેદન લીધું જેમાં તેમણે કબુલાત આપી કે પોતે ઉંઘમાંથી જાગ્યા. ત્યારે એક યુવક તેના ઘરમાં હતો તેને જોઇને ભાગી ગયો હતો. પોલીસે જ્યારે નવાબ નામના વ્યક્તિની શોઘખોળ કરી. ત્યારે નવાબ નામનો કોઇ વ્યક્તિ ન હોવાનું સામે આવ્યું અને બાતમીદારોની મદદથી આ યુવતીના ઘરે આવેલો વ્યક્તિ કોઇ ડ્રગ્સ પેડલર નહિ. પરંતુ યુવતીનો પ્રેમી જ હતો અને તેનું નામ શહેઝાદ હતું.રાત્રી સમયે તે યુવક યુવતીને મળવા આવ્યો હતો પરંતુુ યુવતીના દાદીમાં જાગી જતા આ તરકટ રચ્યું હતું..

સોશિયલ મિડીયામાં પરિચય થયો પછી પ્રેમ માટે દબાણ કરતો

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે શહેજાદ અને સગીરા સાથે સોશિયલ મિડીયામાં પરિચય થયો હતો અને અવારનવાર તેની પાછળ જઇને તેને પ્રેમ સબંઘ બાંધવા માટે દબાણ કરતો હતો.24 તારીખે રાત્રીના સમયે આ યુવક ગેરકાયદેસર રીતે તેના ઘરે પ્રવેશીને તેને પ્રેમ સબંઘ બાંધવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતીના દાદીમાં જાગી જતા તે ભાગી ગયો હતો બાદમાં સગીરાના માતા પિતાને ખબર પડશે તો તેના પર ગુસ્સે થશે તેવા ડરથી યુવતીએ તરકટ રચ્યું.હાલ પોલીસે શહેઝાદની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati