Baba Siddique Murder : બિશ્નોઈ ગેંગે પોસ્ટમાં સિદ્દીકીના મૃત્યુનું કારણ જણાવ્યું ! કહ્યું હિસાબ રાખજો

|

Oct 13, 2024 | 2:08 PM

બાબા સિદ્દીકી હત્યા કેસમાં સામેલ ત્રણ શૂટરોની ઓળખ થઈ ગઈ છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સોશિયલ મીડિયા પર શુભુ લોનકર નામના વ્યક્તિએ એક પોસ્ટ શેર કરી છે. જાણો આ પોસ્ટમાં શું કહ્યું છે.

Baba Siddique Murder : બિશ્નોઈ ગેંગે પોસ્ટમાં સિદ્દીકીના મૃત્યુનું કારણ જણાવ્યું ! કહ્યું હિસાબ રાખજો

Follow us on

એનસીપી જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સોશિયલ મીડિયા પર શુભુ લોનકર નામના વ્યક્તિએ એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે સલમાન ખાન અને દાઉદની હેલ્પ કરશે તે હિસાબ રાખે. આ પોસ્ટની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.  શુભુ લોનકર નામના વ્યક્તિએ પોસ્ટમાં કહ્યું કે, સલમાન ખાન અમે આ જંગ ઈચ્છતા નથી પરંતુ તમે અમારા ભાઈને નુકસાન કર્યું છે.

બિશ્નોઈ ગેંગએ આ પોસ્ટમાં સિદ્દીકીના મૃત્યુનું કારણ આપ્યું છે. આ પોસ્ટમાં સિદ્દીકીના મોતનું કારણ અનુજ થાપન અને સિદ્દીકીના દાઉદ સાથેના સંબંધો જણાવવામાં આવ્યા છે. ટીવી9 ગુજરાતી આ પોસ્ટની કોઈ પણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.

કોણ છે અનુજ થાપન?

અનુજ થાપન બિશ્નોઈ ગેંગનો શૂટર છે, જેણે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યું હતું. જે બાદ મુંબઈ પોલીસે 25 એપ્રિલે પંજાબમાંથી તેની ધરપકડ કરી હતી. આ પછી અનુજ થાપનનું મુંબઈ પોલીસની કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આ મૃત્યુને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી. 32 વર્ષના અનુજ થાપન પર સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા બે આરોપીઓને બંદૂક પૂરી પાડવાનો આરોપ હતો.

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?
બોલિવુડની હોટ અભિનેત્રી નાની બનતા ઝુમી ઉઠી, જુઓ ફોટો

 

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિદ્દીકીના મૃત્યુનું કારણ અનુજ થાપન છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે તમે અમારા ભાઈને નુકસાન પહોંચાડ્યું છે,  અમે ચોક્કસ પ્રતિક્રિયા કરીશું, એટલે કે, બિશ્નોઈ ગેંગનું કહેવું છે કે તેઓએ અનુજ થાપનના મોતનો બદલો લીધો છે. આ સિવાય બિશ્નોઈ ગેંગને સિદ્દીકીના મૃત્યુનું કારણ તેની દાઉદ સાથેની નિકટતા છે.

3 આરોપીએ મારી હતી ગોળી

બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબરના મોડી રાત્રે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. બાબા સિદ્દીકી જ્યારે પોતાના દિકરા અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસથી બહાર નીકળી રહ્યા હતા. તે દરમિયાન તેના પર 2 આરોપીએ એટેક કર્યો હતો. બાંદ્રામાં બાબા સિદ્દીકીની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ હત્યાકાંડમાં બિશ્નોઈ ગેંગનો એન્ગલ સામે આવ્યું છે. બાબા સિદ્દીકીને સલમાન ખાનનો નજીકનો માનવામાં આવે છે. આ પોસ્ટ સામે આવ્યા બાદ મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં સામેલ ત્રણ આરોપીની ઓળખ થઈ ગઈ છે. બે આરોપી ઉત્તર પ્રદેશના છે જ્યારે એક આરોપી હરિયાણાનો છે. તેમાંથી બેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, જ્યારે ત્રીજા આરોપી ગુરમેલ સિંઘ છે. જેણે પહેલા પણ હત્યા કરી છે.

Published On - 2:05 pm, Sun, 13 October 24

Next Article