સુશીલ કુમારનો ચોંકાવનારો વિડીયો આવ્યો સામે, પહેલવાનને લાકડીથી મારી રહ્યા છે માર, જુઓ વિડીયો
દેશભરમાં સુશીલ પર ચર્ચા થઇ રહી છે. 4 મેએ નેશનલ ચેમ્પિયન પહેલવાન સાગર રાણાની હત્યાના આરોપમાં સુશીલની ધરપકડ કરવામાં આવી છે. એવામાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ઓલમ્પિકમાં બે વાર વિજેતા રહી ચુકેલ સુશીલ કુમાર (Sushil Kumar) આજકાલ વિવાદમાં છે. એક સમયે જેનું નામ ગર્વ સાથે લેવાતું હતું તેના પર હમણા હત્યાનો આરોપ છે. દેશભરમાં સુશીલ પર ચર્ચા થઇ રહી છે. 4 મેએ નેશનલ ચેમ્પિયન પહેલવાન સાગર રાણાની હત્યાના (Sagar Rana Murder) આરોપમાં સુશીલની ધરપકડ કરવામાં આવી છે. એવામાં તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે લાકડીઓથી અન્ય પક્ષના પહેલવાનોને બર્બરતાથી મારી રહ્યા છે.
અહેવાલોનું માનીએતો કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો રાણા હત્યાકાંડનો જ છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે સુશીલ સરેઆમ લાકડી-દંડાથી માર મારી રહ્યા છે. આ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિડીયોમાં સુશીલ સાથે અન્ય લોકો પણ છે. અને વિડીયો સામે આવતા સુશીલની મુશીબત વધુને વધુ વધશે.
સુશીલ પર આ છે આરોપ
4 મેએ નેશનલ ચેમ્પિયન પહેલવાન સાગર રાણાની હત્યા થઇ હતી. જેના આરોપમાં ગત રવિવારે સુશીલની ધરપકડ કરવામાં આવી છે. આ બાદ કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જણાવી દઈએ કે સુશીલ પર હત્યા, આગાહી અને અપરાધિક ષડયંત્ર ઘડવાના આરોપ છે.
ઓલમ્પિકમાં જીત્યા છે 2 મેડલ
સુશીલ ઓલમ્પિકમાં બે વાર મેડલ જીત્યો છે. જણાવી દઈએ કે 2008 માં બેજિંગ ઓલમ્પિકમાં બ્રોન્જ અને 2012 માં લંડન ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતો હતો. આ બાદ વર્ષ 2011 માં સુશીલને પદ્મ શ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યો હતો.
રાણા હત્યાકાંડની કાર્યવાહી શરુ
આ પહેલવાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળી ગયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સાગર રાણાની મોત માથામાં ગંભીર ઈજાથી થઇ છે. માથું ફાટી જતા ખુબ લોહી વહી ગયું હતું. હોસ્પિટલ પહોંચવા સુધીમાં હાલત ખરાબ થઇ ગઈ હતી. સાગરના શરીરમાં ઘણા સ્થાનોએ ઈજાના નિશાન મળી આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું હતું કે સાગરને પાવહાના હેન્ડલથી માર મારવામાં આવ્યો હતો.