AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagar: માવતર બન્યા કસાઈ, પોતાની માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારવાનું હિચકારું કૃત્ય કર્યું!

સુરેન્દ્રનગર જેવી ઘટના તાજેતરમાં સુરતમાં પણ બની હતી. સુરતમાં કુમાતા બનેલી માતાએ પોતાની દિવ્યાંગ બાળકીને જમીન ઉપર પટકીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત પોલીસ પાસે કરી હતી.

Surendranagar: માવતર બન્યા કસાઈ, પોતાની માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારવાનું હિચકારું કૃત્ય કર્યું!
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 9:10 AM
Share

સુરેન્દ્રનગર-સાયલા હાઈવે પરથી બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવા અંગે મહત્વનો ખુલાસો થયો છે. માતા-પિતાએ જ આવેશમાં આવી બાળકીને મારીને મૃતદેહ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું હતું. બાઇક સ્લીપ  થતા વહેમીલા પિતાએ બાળકીને અપશુકનિયાળ ગણી તેને મોતને ઘાટ ઉતારી  હતી.

માવતરે જ કરી બાળકીની  હત્યા

પોતાની જ માસૂમ બાળકીની હત્યા બાદ પોલીસની પૂછપરછમાં માતા પિતાએ ખુલાસો કર્યો હતો કે તેમણે પોતાના હાથે જ બાળકીને મારી નાખી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે માતા પિતા પોતાની બાળકીને અપશુક નિયાળ સમજતા હતા.

શું હતી સમગ્ર ઘટના

સુરેન્દ્રનગર જિલ્લામાં હૈયુ કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી.  દોઢ વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.  એક નાળા પાસે માસૂમ બાળકીનો મૃતદેહ જોવા મળતાં કોઈએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં બાળકીના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. જોકે આ તપાસનો આ છેડો માતા પિતા સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો:  Surat: પાંચ વર્ષની બાળકીની હત્યામાં આવ્યો નવો વળાંક, માતાએ જ દિવ્યાંગ બાળકીને ઓટલા સાથે પટકી ઉતારી મોતને ઘાટ

તેઓ બહાર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ચોટીલા જતા અગાઉ પિતાનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને ગુસ્સે થયેલા પિતાએ પોતાની જ બાળકીને અપશુકનિયાળ ગણી હતી અને ત્યારબાદ આવેશમાં આવીને પિતાએ બાળકીનું ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો હતો અને હત્યા બાદ નાળા પાસે બાળકીનો મૃતદેહ ફેંકી દીધો હતો હાલ પોલીસે બંને હત્યારા માતા-પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે  ગત રોજ ભરૂચમાં પણ એક એવી ઘટના સામે આવી હતી. જેમાં નાની  બાળકી ઉપર તાંત્રિક વિધી કરવામાં આવી હતી. તો સુરતમાં પણ એવી  ઘટના સામે આવી હતી જેમાં માતાએ જ  દિવ્યાંગ બાળકીની હત્યા કરી હતી.  સુરત  શહેરના વેડરોડ સ્થિત ફટાકડાવાડી વિસ્તારનો આ બનાવ છે. જ્યાં એક ઈજાગ્રસ્ત બાળકીને સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી અને થોડી જ વારમાં તેનું મોત થયું હતું. પ્રાથમિક ધોરણે તો તે બાળકીને ખેંચ આવી હોય તેવી વાત માતાએ ડૉક્ટરને કરી હતી. જો કે, બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે ખુદ પોલીસ પણ ચોંકી ગઈ.

પીએમ રિપોર્ટ મુજબ બાળકીની છાતીની પાંસળીઓ તૂટી ગઇ અને આંતરડામાં પણ ગંભીર ઇજાઓ થઇ હોવાનું સામે આવ્યું. તેથી પોલીસ અને ડૉક્ટરને સ્પષ્ટ થઇ ગયું કે, બાળકી બીમારીના કારણે નહીં પણ તેની હત્યા થઇ છે. જેથી પોલીસે બાળકીના પરિવારની પૂછપરછ શરૂ કરી. આ પૂછપરછ દરમિયાન બાળકીની માતાના જવાબો ગોળગોળ હતા. તેથી પોલીસને શંકા ગઇ કે બાળકીની હત્યા અન્ય કોઈ નહીં પણ તેની માતાએ જ કરી છે. જેથી પોલીસે માતાની કડક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી કે, તેણે જ તેની દીકરીની હત્યા કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">