Surat: એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા મામલે ગૃહ રાજ્યપ્રધાન મૃતકના પરિવારને મળ્યા, પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી આપી

Surat: એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા મામલે ગૃહ રાજ્યપ્રધાન મૃતકના પરિવારને મળ્યા, પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી આપી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:59 AM

આ પહેલાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ મૃતક યુવતીના પરિવારને પણ મળ્યા હતા. મૃતકના પરિવારે રેન્જ આઈજી પાસે પણ આરોપીને કડકમાં કડક સજા કરાવવાની માગણી કરી હતી.

સુરત (Surat)માં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપીને તેને મોતને (Muder) ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાને લઈને ગૃહ રાજ્યપ્રધાન (Minister of State for Home Affairs) હર્ષ સંઘવી (Harsh Sanghvi )એ મૃતકના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી અને યુવતીને જેમ બને તેમ જલદી ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યુ હતું.

સુરત શહેરના પાસોદરા વિસ્તારમાં કંપારી છૂટી જાય તેવી ઘટના બનવા પામી હતી જેમાં પ્રેમમાં આંધળા બનેલા યુવકે યુવતીને જાહેરમાં છરીના ઘા મારી ગળું કાપી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ યુવતીના કાકા અને ભાઈ પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોચાડી હતી અને પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મૃતક યુવતીના પરિવારજનોને મળ્યા હતા અને હર્ષ સંઘવીએ પરિવારને વહેલી તકે ન્યાયની આપી બાંહેધરી પણ આપી હતી. આ સાથે જ ગૃહરાજ્ય પ્રધાને કહ્યું હતું કે, આ કિસ્સામાં આરોપી યુવક વર્ષથી દીકરીને હેરાન કરતો હતો પરંતુ કોઈએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી નથી. તેમણે ગુજરાતના નાગિરિકોને અપીલ કરી કે આવા કિસ્સામાં નાગિરિકો આગળ આવે અને ગુજરાતના ગમે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. તમારા તરફથી માહિતી મળશે તો અમે ઝડપથી પગલાં ભરી શકીશું.

આ પહેલાં રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓ મૃતક યુવતીના પરિવારને પણ મળ્યા હતા. મૃતકના પરિવારે રેન્જ આઈજી પાસે પણ આરોપીને કડકમાં કડક સજા કરાવવાની માગણી કરી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો ફેનીલ ગોયાણી પ્રેમમાં આંધળો બનીને યુવતીના ઘરે પહોચી ગયો હતો. આ યુવક પોતાની પાસે છરો લઈને ગયો હતો અને યુવતીને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો હતો અને જાહેરમાં ગળા પર ચપ્પુ મૂકીને તમામ લોકોને ધમકાવ્યા હતા જ્યાં યુવતીમાં બચાવમાં કાકા વચ્ચે આવ્યા હતા જેના પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં યુવતીના કાકા ગંભીર રીતે ઘાયલ થયા હતા ત્યારબાદ યુવતીનો ભાઈ બચાવવા જતા યુવકે તેના પર હુમલો કર્યો હતો અને હાથ અને માથાના ભાગે ઇજા પોહચાડી હતી અને જોત જોતામાં પ્રેમ માં અંધ બનેલા યુવકે યુવતી નું ગળું કાપી હત્યા કરી નાખી હતી.

જોકે હત્યા કર્યા બાદ યુવક તેની લાશ પાસે ઉભો રહીને કોઈ ને નજીક આવવા દેતો ન હતો અને થોડી વાર બાદ ફેનીલ ગોયાણીએ ઝેરી દવા પી અને હાથની નસ કાપી ને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી જે બનાવમાં યુવતીના કાકા અને તેના ભાઈને સારવાર હેઠળ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આરોપી યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે અહીં એક વાત લોકોમાં પ્રશ્ન કરી રહી છે કે સોસાયટીના લોકો ઘટના સ્થળે હતા તો યુવતીને બચાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો અને મોબાઈલમાં વિડીયો બનાવી રહ્યા હતા જોકે હાલ સમગ્ર ઘટનામાં કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-

Vadodara: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રુટ પર આવતા રહેણાક મકાનો તોડવાની કામગીરી શરુ, મકાન માલિકોએ નોંધાવ્યો વિરોધ

આ પણ વાંચો-

અમદાવાદમાં હવે વેઈટરની જગ્યા લીધી રોબોટે, આ કેફેમાં શરૂ કર્યુ સર્વ કરવાનું કામ

 

Published on: Feb 14, 2022 09:57 AM
g clip-path="url(#clip0_868_265)">