surat : રાજયવ્યાપી કાર કૌભાંડનો પર્દાફાશ, ભેજાબાજની ધરપકડ સાથે 200 કાર રિકવર કરાઇ

ટી.જી.સોલાર નામની ખોટી કંપનીના નામે ફોર વ્હિલ કારને બારોબાર વેચાણ કે ગીરવે મૂકનાર ઠગ ટોળકીના રેકેટનો પર્દાફાશ થયો છે. ઈકોનોમીક સેલ કાઇમ બ્રાન્ચ sogએ કુલ-200 ગાડીઓ રિક્વર કરી છે

surat : રાજયવ્યાપી કાર કૌભાંડનો પર્દાફાશ, ભેજાબાજની ધરપકડ સાથે 200 કાર રિકવર કરાઇ
રાજયવ્યાપી કાર કૌભાંડ ઝડપાયું
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 03, 2021 | 8:44 PM

surat : શહેર પોલીસે રાજ્યવ્યાપી કાર કૌભાંડ ઝડપી પાડ્યું છે. કાર માલિક પાસેથી ભાડા કરાર કરી ગાડી લેવામાં આવતી અને ત્યારબાદ ગાડીને વેંચી નાંખવામાં આવતી. આરોપીએ આ પ્રકારે કુલ 264 ગાડીઓ વેચી નાંખી હતી. સુરત પોલીસે હાલ 200 જેટલી ગાડી રિકવર કરી છે.

ગાડીઓની કુલ કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધું છે. બીજી તરફ પોલીસે કુલ 22 ગાડી માલિકોને પરત આપી છે. આરોપી દ્વારા રાજ્યભરમાં આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવી છે. હાલ તો પોલીસ આરોપીની કડક પૂછપરછ કરી રહી છે. અને આ રાજ્યવ્યાપી કાર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે તપાસ આરંભી છે.

શું છે સમગ્ર કારસ્તાન ?

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ટી.જી.સોલાર નામની ખોટી કંપનીના નામે ફોર વ્હિલ કારને બારોબાર વેચાણ કે ગીરવે મૂકનાર ઠગ ટોળકીના રેકેટનો પર્દાફાશ થયો છે. ઈકોનોમીક સેલ કાઇમ બ્રાન્ચ sogએ કુલ-200 ગાડીઓ રિક્વર કરી છે. સુરત પોલીસ કમિશનરને મળેલી ફરિયાદને આધારે પોલીસે ગુપ્ત ઓપરેશન કર્યું હતું.

જેમાં કેતુલ પરમાર નામના ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં કાર ભાડે લગાવી આપવાનું કહી ઠગાઈનું મસમોટું રેકેટ ઉઘાડું પડયું છે. ગુજરાત-મહારાષ્ટ્રના શહેરોમાંથી પોલીસે 200 કાર કબ્જે લીધી છે. અને, જે-તે વાહન માલિકોને પરત આપવાની કામગીરી આરંભાઇ છે.

આરોપી કેતુલ પરમાર સુરતનો રહેવાસી છે. ભરૂચના ઝઘડીયાની ટી.જી. સોલાર કંપનીમાં ભાડેથી ફોર વ્હિલ કાર રાખવાનો કોન્ટ્રાકટ મળ્યો હોવાનું કહેતો હતો. લોકોને માસિક રૂ.20 થી 50 હજારના ઉંચું ભાડું આપવાની લોભામણી વાતો કરતો હતો.

ખુબ જ ટૂંકા સમયગાળા દરમ્યાન સુરત, નવસારીના લોકોનીકુલ-264 ફોર વ્હિલર કારો મેળવી કારમાલિકોને શરૂઆતમાં એક-બે મહિનાના ભાડા ચૂકવ્યાં હતાં. ત્યારબાદ કાર માલિકોની જાણ બહાર વાહનોના ખોટા કાગળીયા બનાવી બારોબાર વેચી મારતો હતો.

પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપીએ ગાડી મહારાષ્ટ્રના જલગાવ, નંદુરબાદ, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરી હોવાનું જણાવ્યું હતું. જેથી વાહનોના માલિકોને વાહન પરત મળે તે માટે સુરત પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુજરાતના બોટાદ, ભાવનગર, ધોળકા, ધંધુકા, રાજકોટ, જામનગર અમદાવદ રૂરલ વિસ્તાર, કામરેજ બારડોલી સહીતમાં વેચાણ કરેલી 264 પૈકી 4.50 કરોડની 200 ગાડીઓ કબજે કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">