AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : પાંડેસરામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ-મર્ડર કેસમાં આવતીકાલે પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

SURAT : પાંડેસરામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ-મર્ડર કેસમાં આવતીકાલે પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે
સુરત : બાળકી દુષ્કર્મ અને મર્ડર કેસ
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 09, 2021 | 5:39 PM
Share

SURAT : શહેરમાં દરરોજ બાળકોને જાતીય શોષણનો શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાંડેસરા વિસ્તારમાં બની હતી. જેમાં 10 વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને ઉધના બીઆરસી કમ્પાઉન્ડની ઝાડીઓમાં લઈ જઈ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

શું છે બનાવની હકીકત ?

પાંડેસરા વિસ્તારમાં રહેતી 10 વર્ષની બાળકી તા.7-12-202ના રોજ પોતાના મોટા કાકાના ઘરની બહાર એકલી રમતી હતી.ત્યારે આરોપી દિનેશ દશરથ બૈસાણેએ તેને વડા પાઉં ખવડાવવાની લાલચ આપીને હતી. અને નાસ્તાની લારી પર લઈ ગયો હતો. ત્યારબાદ તેને ઉધના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે ઝાડીમાં લઇ ગયો હતો. અને દુષ્કર્મ કરવા પ્રયાસ કર્યો હતો. બાળાએ પ્રતિકાર કરી આરોપીની જમણા હાથની આંગળી પર બચકું ભરી લીધું હતું. અને આરોપીએ ઉશ્કેરાઇને જઈને બાળકીને માથા પર ઇંટના ઘા મારી હત્યા કરી દીધી હતી. બાળકીના વાલીએ આરોપી સામે અપહરણ, દુષ્કર્મ-હત્યા અને પોક્સો એક્ટના ભંગ અંતર્ગત ફરિયાદ નોંધાવતા પાંડેસરા પોલીસે આરોપીની દશરથની ધરપકડ કરી હતી.

હાલમાં લાજપોર જેલમાં જેલવાસ ભોગવતા આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધ પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ સ્પીડી ટ્રાયલમાં મહત્વના કુલ 45 જેટલા પંચ સાક્ષીઓ, પંચનામાના સાક્ષી, સીસીટીવી ફુટેજ માટે એફએસએલ, તબીબી સાક્ષીઓ,ભોગ બનનારના માતા પિતા, લાસ્ટ સીન ટુગેધરના સાક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ કેસ કાર્યવાહીનો પ્રારંભ કરીને 45 સાક્ષીઓની સરતપાસ તથા બચાવપક્ષે ઉલટ તપાસની કાર્યવાહી પુરી કરી હતી. જેેથી કોર્ટે આરોપી દિનેશ બૈસાણે વિરુધ્ધના પોક્સો કેસનો સંભવિત ચુકાદો આગામી તા.10 મી ડીસેમ્બર સુધી મુલત્વી રાખ્યો હતો. આમ, આવતીકાલે આ ચુકાદો આવી શકે છે.

તાજેતરમાં જ અઢી વર્ષની બાળકીના બળાત્કાર હત્યા કેસમાં પણ પોકસો કોર્ટે માત્ર 29 દિવસમાં જ સુનાવણી હાથ ધરીને આરોપી ગુડડુ યાદવને ફાંસીની સજા સંભળાવી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હવે આવતીકાલે થનારા આ કેસની સુનાવણી પર સૌની નજર છે.

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલ 13થી 15 ડિસેમ્બરે ઉત્તરપ્રદેશના પ્રવાસે જશે “દિવ્ય કાશી, ભવ્ય કાશી” અંતર્ગત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ

આ પણ વાંચો : બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાયું કરવેરા ચોરીનું 5.98 કરોડનું કૌભાંડ, પોલીસ ફરિયાદ દાખલ

ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
ગ્રીનલેન્ડ પર તકરાર વધી, ટ્રમ્પ એ 8 યૂરોપીયન દેશ પર લાદ્યો 10% ટેરિફ
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
બિઝનેસમાં નવી ડીલ થઈ શકે છે, તમે ધાર્મિક પ્રવૃત્તિમાં મગ્ન રહેશો
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
g clip-path="url(#clip0_868_265)">