AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : કચરાના ઢગલામાંથી મળેલી બાળકીના માતા-પિતા અંગે મોટો ખુલાસો થયો

SURAT : કચરાના ઢગલામાંથી મળેલી બાળકીના માતા-પિતા અંગે મોટો ખુલાસો થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:28 PM
Share

આ ઘટના ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર નજીક બની છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, નવજાત બાળકી પ્લાસ્ટિકની થેલીમાં હતી.

SURAT : સુરતમાં કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની બેગમાંથી નવજાત બાળકી મળી આવી હતી.જેના પગેલ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાંજ પોલીસે કેસનો ભેદ ઉકેલી નાંખ્યો છે.મળતી માહિતી પ્રમાણે આ કેસમાં સાળી બનેવીના અફેર સામે આવ્યું છે.અફેરના પગલે બાળકીનો જન્મ થયો હતો. આ મામલે પોલીસે રજનીસકુમાર પાસવાનની ધરપકડ કરી લીધી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રજનીશ અને તેની સાળી વચ્ચે અફેર હતું અને ત્યારબાદ બિહારથી  સુરત માત્ર ડીલીવરી કરવામાં આવ્યા હતા.ત્યારબાદ બાળકીને તરછોડી ફરાર થઈ ગયા હતા.પરંતુ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી અને અંતે પોલીસનો હાથ આરોપી સુધી પહોંચી ગયો.

સુરતમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. આ ઘટના ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિર નજીક બની છે. પરંતુ ગંભીર બાબત એ છે કે, નવજાત બાળકી પ્લાસ્ટિકની થેલીમાં હતી.થેલીને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હતી. બાળકીને સુરત સિવિલ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બાળકીને NICUમાં રિફર કરી હતી. પરંતુ આ ઘટનાને પગલે સુરતમાં હાહાકાર મચી ગયો હો અને ચો તરફ એક જ ચર્ચા થતી હતી કે, આ પ્રકારની ઘટના સમજામાં ક્યારે અટકશે.

આ પણ વાંચો : PM Jan Dhan Yojana : સાત વર્ષમાં અત્યાર સુધીમાં ખોલાયા 44 કરોડ ખાતા, વિનામુલ્યે મળે છે 2 લાખનો વીમો, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : Online Fraud: ખુદને સરકારી સંસ્થા કહીને કરોડોની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ, પકડાયેલા સાયબર ગુનેગારોમાં બે યુવતીઓનો પણ સમાવેશ

g clip-path="url(#clip0_868_265)">