સુરતમાં સોશિયલ મીડિયામાં મહિલાના નામનું ફેક આઈડી બનાવી સગાસંબંધીને મેસેજ કરતો ઈસમ પકડાયો

સુરતમાં સોશિયલ મીડિયામાં મહિલાના નામનું ફેક આઈડી બનાવી સગાસંબંધીને મેસેજ કરતો ઈસમ પકડાયો

સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરતમાં કતારગામની પરિણીતાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી સસરાને જ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જેના નામે બદનામ કરવાની ધમકી આપતા પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી, તેના જ સસરાને […]

TV9 Web Desk101

| Edited By: Kunjan Shukal

Nov 27, 2020 | 6:53 PM

સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સુરતમાં કતારગામની પરિણીતાના નામે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી સસરાને જ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જેના નામે બદનામ કરવાની ધમકી આપતા પોલીસે એક ઈસમની ધરપકડ કરી છે. શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના નામે કોઈ ભેજાબાજે ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી ફોટા અપલોડ કરી, તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. આ સાથે સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર અંગ્રેજીમાં ‘આઈ લવ યુ માય જાન’ લખ્યું હતું.

Surat ma social media ma mahila na name nu fake id banavi sagasabandhi ne message karto isam pakdayo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેની જાણ પરિણતાને થતાં કતારગામ પોલીસમાં ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે. પરિણીતાના ફોટા મુકવાની સાથે સગાસંબંધીઓને મેસેન્જરમાં ફોટો મોકલી અને મેસેજ કર્યા હતા. બદમાશે પરિણીતાના સસરાને જ ગત તા. 20મી ઓગસ્ટના રોજ ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ફોટો અપલોડ કર્યા હતા. જેથી પરિણીતાને તેના નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની જાણ થતાં તેના પતિએ પોલીસમાં અરજી કરી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પોલીસમાં અરજી કરવા છતાં બદમાશે ફેક એકાઉન્ટ ચાલુ રાખ્યું હતું. દરમિયાન ગત 24મી નવેમ્બરના રોજ સોશિયલ મીડિયાના એકાઉન્ટ સ્ટેટસમાં પણ તસવીરો મુકી તેના ઉપર અંગ્રેજીમાં ‘આઈ લવ યુ માય જાન’ લખ્યું હતું. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati