સુરત : કતાર ગામમાં પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું, હુમલાખોર પતિ ફરાર

લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.

સુરત : કતાર ગામમાં પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું,  હુમલાખોર પતિ ફરાર
Surat: Husband fired on wife in Katargam, attacker husband absconding (પ્રતિકાત્મક તસ્વીર)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 24, 2022 | 11:46 AM

Surat: શહેરમાં અવાર-નવાર અંગત અદાવતમાં ફાયરિંગની (Firing)ઘટનાઓ બનતી રહે છે. કે પછી પતિ પત્ની પર હુમલાની ઘટનાઓ સતત સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત કતારગામ (Katargam)વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનાના કારણે રહીશોમાં ભયનો માહોલ ફેલાયો જોવા મળ્યો હતો. પતિ-પત્નીના ઝઘડામાં પતિએ પત્ની પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી વાગતા પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.

સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી નજીક આવેલ એક ફેલટમાં રહેતા પતિ પત્નીની બબાલ સામે આવી. છેલ્લા 5 વર્ષથી પતિ અખિલેશ પત્નીને મુકીને કર્ણાટક ભાગી ગયો હતો. જેને કારણે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો. ત્યારે અખિલેશ ગઈકાલે કર્ણાટકથી સુરત આવ્યો હતો. અને ત્યાર બાદ મોડી રાત્રે પત્ની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી પત્નીને વાગી જતા બેહોશ થઈ હતી. ત્યાર બાદ તે પાછો કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રણ રાઉન્ડ ફાયરિંગ દરમ્યાન એક ગોળી પત્નીને વાગી ગઈ હતી. જેને કારણે પત્નીને ગોળી વાગતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અખિલેશ ફાયરિંગ કરી કર્ણાટક ભાગી ગયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બનેવીએ જણાવ્યું હતું કે, ટીનાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંગ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમિલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશના બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે, બહેન-બનેવી મદદ કરે એની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્ય સરકાર લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી 125 મણ ચણાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ

આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">