Surat : નશાનો કારોબાર કરતા યુવક- યુવતીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી, 79 ગ્રામ ચરસનો જથ્થો ઝડપ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે એક યુવક યુવતીની ધરપકડ કરી છે. પોલીસે 11,886 રૂપિયાનું 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57, 996 રૂપિયાની મત્તા કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં આરોપીઓ હિમાચલથી આ ચરસનો જથ્થો લાવ્યા હોવાની કબુલાત કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે એક યુવક યુવતીની ધરપકડ કરી છે. પોલીસે 11,886 રૂપિયાનું 79.240 ગ્રામ ચરસનો જથ્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57, 996 રૂપિયાની મત્તા કબજે કરી હતી. તેમજ પોલીસ તપાસમાં આરોપીઓ હિમાચલથી આ ચરસનો જથ્થો લાવ્યા હોવાની કબુલાત કરી હતી. મહત્વની વાત તો એ છે કે હિમાચલમાં ચરસના કેસમાં પકડાયા બાદ કોટી તારીખમાં હાજર થયા બાદ પરત આવ્યા હતા ત્યાં ફરી ચરસના કેસમાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા.
નશાનો કારોબાર કરતા ઝડપાયા
સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નશાનો કારોબાર કરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે એક યુવક યુવતી ચરસના જથ્થા સાથે સુરત શહેરમાં આવી રહ્યા છે. માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ સુરત રેલ્વે સ્ટેશન ખાતે વોચ ગોઠવી ઉભી હતી. દરમિયાન માહિતી મળેલ મુજબના યુવક યુવતી સુરત રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાંથી પસાર થતાં તેમને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
79.240 ગ્રામ ચરસના જથ્થા સાથે યુવક યુવતી ઝડપાયા
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુરત રેલ્વે સ્ટેશનના પાર્કિંગ પાસેથી અડાજણ હનીપાર્ક રોડ પાસે રહેતા શ્રેયાંસ રાકેશભાઈ ગાંધી અને અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે રહેતી પ્રીતિ પટેલ નામની યુવતીને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની પાસે તપાસ કરતા તેઓની બેગમાંથી 11,886 રૂપિયાનું 79,240 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ ચરસનો જથ્થો અને અન્ય મુદામાલ મળી કુલ 57,966 રૂપિયાની મત્તા કબજે કરી હતી.
ચરસના ગુનામાં જ હિમાચલ કોર્ટમાં હાજરી આપવા ગયા હતા
યુવક યુવતીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના ક્સોલ ખાતેથી આ ચરસનો જથ્થો ખરીદી રેલ્વેમાં બેસી સુરત લાવ્યા હતા તેમજ આરોપી શ્રેયાશ વર્ષ ૨૦૨૧માં હિમાચલ પ્રદેશના ભુનતર પોલીસ સ્ટેશનમાં ૬૫૦ ગ્રામ ચરસ સાથે પકડાયો હતો. જેને બંને યુવક યુવતી કોર્ટની તારીખ હોવાથી હિમાચલ પ્રદેશ ગયા હતા. કોર્ટમાં હાજરી આપીને પરત આવતી વખતે ફરી ચરસનો જથ્થો લઈને આવ્યા હતા. જ્યાં સુરત રેલ્વે સ્ટેશન ખાતે ઉતરતાની સાથે જ ફરી ચરસના ગુનામાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.
બંને સામે મહીધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
એનસીબી દ્વારા વર્ષ 2021 ના વર્ષમાં 7 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.આ સમગ્ર મામલે બંને યુવક યુવતી સામે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :