surat : શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. જેમાં એક એક્ટિવા મોપેડ ચોરાઈ ગઈ હતી.એક્ટિવા ચોરી તો થઈ પણ એક્ટિવામાં 30 લાખ રૂપિયાના હીરા અને રોકડા 1.16 લાખ રૂપિયા હતા. એટલે આ ચોરીની એક્ટિવાની કિંમત 31 લાખ થઈ તેવું લાગ્યું.
સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતા પરેશ ભુપતભાઈ દુધાત જે મૂળ તાલુકા જેસર, ભાવનગરના વતની છે. અને વર્ષોથી વરાછાના મિનિબજારમાં હીરાનો વેપાર કરી પરિવાર ચલાવી રહ્યા છે. ત્યારે તેમની સાથે એક માવો જેની કિંમત 10 રૂપિયા પણ આ હીરા વેપારીને તમાકુનો માવો 30 લાખની કિંમતનો પડ્યો. જે કાપોદ્રામાં જવાહરનગર રોડ, સાંઈનાથ સોસાયટીમાં હીરાનું નાનું ખાતું છે. તેમજ કારગીલ ચોક પાસે નારાયણ નગર સોસાયટીમાં હીરા લે-વેચની ઓફિસ છે.
તેઓએ છેલ્લા એક મહિનામાં અલગ-અલગ વેપારીઓ પાસેથી અલગ-અલગ પ્રકારના હીરા ખરીદી કર્યા હતા. તે હીરાની કિંમત 30 લાખ રૂપિયા થતી હતી. તે સમયે હીરા એક બેગમાં મુકીને તે બેગ એક્ટિવાની ડીકીમાં મુકી હતી.પણ તેમને ખબર ન હતી કે તેમની સાથે થયું આવું તેઓ હીરા લઇને મિનિબજાર ગયા હતા. ત્યાં એક હીરા દલાલ પાસેથી હીરા વેચાણના 1.16 લાખ રૂપિયા પણ હીરાની બેગમાં મુકી દીધા હતા.પછી મોપેડ લઈને ઘરે જમવા ગયા હતા.
જમીને પાછા આવતા હતા તે દરમ્યાન ઓફિસ સામે મોપેડ પાર્ક કરી હતી. તેમની ઓફિસ સામે ખાતું ધરાવતા પ્રવિણ ઝાલાવડિયાના ખાતામાં કારીગરને માવો આપવા માટે ગયા હતા. તે સમયે માત્ર દોઢ મિનિટમાં પરત આવતા ત્યાં એક્ટિવા ન હતી. અજાણ્યો ઈસમ એક્ટિવા ચોરી ભાગી ગયો હતો. જેથી થોડા સમય માટે પરેશભાઈ માટે શોક થયો હતો પગ નીચેની જમીન ખસી ગઇ હતી. બાદમાં આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી પણ કોઈ મળી ન આવ્યું હતું.
પણ આજુબાજુ દુકાનોમાં લાગેલ સીસીટીવી ચેક કરતા હકીકત બહાર આવી કે એક અજાણ્યો ઈસમ પહેલા રેકી કરી છે. બાદમાં એક્ટિવની ચોરી કરી ભાગી ગયો હતો. ત્યારે ચોરને કદાચ ખબર પણ નથી કે, ડીકીમાં આટલું જોખમ છે. પરેશ દુધાતે તાત્કાલિક કાપોદ્રા પોલીસ સ્ટેશન જઈને ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
સીસીટીવીના આધારે કાપોદ્રા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ત્યાં થોડા નજીક ફરિયાદીનું એક્ટિવા મળી આવ્યું બાદમાં પોલિસે એક્ટિવા ચેક કરતા ડીકીમાં જોઈ સમાન ન હતો. જેથી તપાસ તેજ કરી એકટીવા પોલીસ સ્ટેશન લાવી આરોપી પકડવા તજવીજ હાથ ધરી છે.