Surat : શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવાના કેસમાં નવો વળાંક, શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો, જુઓ Video
સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે મોટો ખુલાસો થયો છે. 23 વર્ષની શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 23 વર્ષની શિક્ષિકા પાસે ભણતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયા હોવાનું સામે આવ્યુ હતું. શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો છે. શિક્ષિકાએ ગર્ભ સગીરનો હોવાનો પણ દાવો કર્યો છે.

સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે મોટો ખુલાસો થયો છે. 23 વર્ષની શિક્ષિકા ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 23 વર્ષની શિક્ષિકા પાસે ભણતા 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયા હોવાનું સામે આવ્યુ હતું. શિક્ષિકાને 5 મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો છે. શિક્ષિકાએ ગર્ભ સગીરનો હોવાનો પણ દાવો કર્યો છે. જેના પગલે હવે પોલીસ DNA કરી બાળક કોનું તે અંગે તપાસ કરશે.
મળતી માહિતી અનુસાર 23 વર્ષની શિક્ષિકા પર 13 વર્ષના વિદ્યાર્થીને ભગાડી જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શિક્ષિકા અને વિદ્યાર્થી સુરતથી અમદાવાદ ગયા હતા. જે બાદ દિલ્હી,વૃંદાવન અને જયપુર ગયા હતા. જે બાદ શામળાજી બોર્ડરથી પોલીસે શિક્ષિકાને પકડી પાડીને સગીરને મુક્ત કરાવ્યો હતો. જો કે શિક્ષિકા સામે પોક્સો અને યૌનશોષણની કલમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થાય તેવી શક્યતા છે.
શું હતી સમગ્ર ઘટના ?
થોડા દિવસ અગાઉ સુરત શહેરમાં 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થિની સાથે ફરાર થયા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પુણા પર્વત પાટિયા વિસ્તારની શિક્ષિકા, પોતાની પાસે 3 વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભગાડી ગઇ હોવાનું સામે આવ્યું હતુ.
આ ઘટનાના CCTVમાં વિદ્યાર્થીને લઈ જતી શિક્ષિકાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો. પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષિકા કિશોરને લઈને ઊંઝા ગઈ હોવાની આશંકા છે. તો શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને શામળાજી બોર્ડર પરથી ઝડપી પાડવામાં આવી હતી.