શિવાંશની મૃતક માતા મહેંદીના મુળ ગામ કેશોદથી માહિતી આવી સામે, પરિવારજનોએ આપી પ્રતિક્રિયા

માસુમ શિવાંશના પિતા સચિન દિક્ષિતે તેની માતા મેહંદીની કરેલી હત્યાના ખુલાસાએ ગુજરાતને હચમચાવી દીધું છે. ત્યારે મહેંદીના મૂળ ગામમાં રહેતા તેના કાકાએ કેટલીક માહિતી આપી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:40 PM

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મળેલા માસુમ શિવાંશ (Shivansh) ના માતા-પિતાને શોધવા ગાંધીનગર પોલીસે આખરે જમીન આસમાન એક કરીને એક જ દિવસમાં બાળકના માતા-પિતાને તો શોધી નાખ્યા, પણ આ ઘટના પાછળ હત્યાની ઘટનાનો એટલો મોટો ખુલાસો થયો છે. શિવાંશના પિતા સચિન દીક્ષિત (Sachin Dixit) છે, પણ શિવાંશ સચિન દીક્ષિત તેની પ્રેમિકા મહેંદી (Mahendi Pethani)નો પુત્ર છે. નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી.

આ ખુલાસા બાદ મૃતક હિના પેથાણી ઉર્ફે મહેંદીના મુળ ગામ કેશોદથી TV9 પાસે એક્સલુઝીવ માહિતી આવી છે. કેશોદથી મૃતક હિનાના કાકા મુન્ના પેથાણીએ પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું છે કે જ્ઞાતિના છોકરા સાથે હિનાએ લગ્ન કર્યા બાદ તેના છૂટાછેડા થયા હતા. ઉલ્લેખનીય છે કે હિનાના પિતાના છુટાછેડા થતા તેની નવી માતા સાથે તેને ફાવતું ન હતુ જેથી હિના તેની માસીના ઘરે બોપલ રહેવા ગઇ હતી.

મહેંદીના કાકા મુન્ના પેથાણીએ જણાવ્યું કે, તેમના મોટાભાઇ મહેબૂબ ભાઇની દીકરી છે હિના. હિનાના અગાઉ જ્ઞાતિના જ છોકરા સાથે લગ્ન થયા હતા. પરંતુ બાદમાં છૂટાછેડા થઇ ગયા. તેમના પિતાએ પણ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ દીકરીને કાકાએ મોટી કરેલી હતી.

પ્રેમ પ્રકરણ અને હત્યાના અંજામની વાત કરીએ તો પોલીસના જણાવ્યા અનુસાર, બાદમાં અમદાવદમાં જ હિના ઉર્ફ મહેંદી જ્યાં નોકરી કરતી હતી ત્યાં જ સચિન સાથે તેની મુલાકાત થઇ હતી. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. મહેંદી અને સચિન બંને 2019થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં સચિન વડોદરામાં ઓઝોન કંપનીમાં જોડાયો હતો અને તે 5 દિવસ વડોદરા મહેંદી સાથે અને 2 દિવસ ગાંધીનગર તેના પરિવાર અને પત્ની સાથે રહેતો હતો.

વિવાહિત સચિન અને મહેંદીના પ્રેમ સંબંધે માસુમ શિવાંશનું આ દુનિયામાં આગમન થયું પણ આ જ પ્રેમ સંબંધ મહેંદીની હત્યાનો પણ કારણ બન્યો. મહેંદી અને સચિન વચ્ચે રકઝક થઇ હતી અને મહેંદીએ સચિનને કહ્યું કે તે તેની સાથે રહે અથવા તેની પત્ની અનુરાધા સાથે રહે. સચિન પોતાની પત્ની અને પરિવારને છોડવા માંગતો ન હતો, બસ આ જ કારણથી સચિને શિવાંશની માતા અને તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી.

આ પણ વાંચો: શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

આ પણ વાંચો: કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

Follow Us:
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">