કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. અહી સવાલ એ છે કે સચિને શા માટે તેના બાળકની માતા એવી તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી ?

કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?
Know why Shivansh's father Sachin Dixit killed his girlfriend Mahendi Pethani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 4:48 PM

GANDHINAGAR : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માસુમ શિવાંશ (Shivansh) ના માતા-પિતાને શોધવા ગાંધીનગર પોલીસે આખરે જમીન આસમાન એક કરીને એક જ દિવસમાં બાળકના માતા-પિતાને તો શોધી નાખ્યા, પણ આ ઘટના પાછળ હત્યાની ઘટનાનો એટલો મોટો ખુલાસો થયો છે એ જે જાણીને સૌ કોઈનું કાળજું કંપાવી દે. શિવાંશના પિતા સચિન દીક્ષિત (Sachin Dixit) છે, પણ શિવાંશ સચિન દીક્ષિત અને તેની પત્ની આરાધનાનો પુત્ર નથી પણ શિવાંશ સચિન અને તેની મહેંદી (Mahendi Pethani)નો પુત્ર છે. નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. અહી સવાલ એ છે કે સચિને શા માટે તેના બાળકની માતા એવી તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી ?

મહેંદી અને સચિન 2019થી સાથે રહેતા હતા સચિન અને હિના ઉર્ફે મહેંદી 2016માં એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા. મહેંદીની હત્યા તેના જ પ્રેમી સચિને કરી નાંખી એ મુદ્દે પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સચિન દીક્ષિત 2016માં એક શોરૂમમાં ગયો ત્યારે મહેંદીના પરિચયમાં આવ્યો હતો. મહેંદી પેથાણી શોરૂમમાં નોકરી કરતી હતી તેથી તેની સાથે પરિચય થયો હતો અને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો. મહેંદી અને સચિન બંને 2019થી સાથે રહેતા હતા અને બે મહિના પહેલાં સચિન વડોદરામાં ઓઝોન કંપનીમાં જોડાયો હતો અને તે 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો.

સચિને શા માટે કરી મહેંદીની હત્યા ? મહેંદીની હત્યા અને શિવાંશને તરછોડવો આ બંને ઘટનામાં સચિન અને મેહંદીના લગ્નેત્તર સંબંધો કારણભૂત બન્યા છે. વિવાહિત સચિન અને મહેંદીના પ્રેમ સંબંધે માસુમ શિવાંશનું આ દુનિયામાં આગમન થયું પણ આ જ પ્રેમ સંબંધ મહેંદીની હત્યાનો પણ કારણ બન્યો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

વાત એમ છે કે સચિન વડોદરામાં ઓઝોન કંપનીમાં નોકરી કરે છે. તે 5 દિવસ વડોદરા અને 2 દિવસ ગાંધીનગર રહેતો હતો. પણ બંનેના પ્રેમસંબંધને કારણે સાથે રહેવા બાબતે ઝઘડો થયો હતો. મળતી માહિતી પ્રમાણે મહેંદી અને સચિન વચ્ચે રકઝક થઇ હતી અને મહેંદીએ સચિનને કહ્યું કે તે તેની સાથે રહે અથવા તેની પત્ની અનુરાધા સાથે રહે. સચિન પોતાની પત્ની અને પરિવારને છોડવા માંગતો ન હતો, બસ આ જ કારણથી સચિને શિવાંશની માતા અને તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી.

જાણો કેવી રીતે કરી મહેંદીની હત્યા સચિન અને મહેંદી વચ્ચે ઝઘડો થયા બાદ સચિને મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાખી પછી મહેંદીના મૃતદેહને સૂટકેસમાં પેક કરી ઘરમાં જ મૂકી દીધો હતો. સચિને વડોદરામાં દર્શના ઓવરસીસ ખાતે મહેંદીની હત્યા કરી હતી. સચિને ગળું દબાવીને મહેદની હત્યા કર્યા બાદ મૃતદેહને બેગમાં પેક કરી હતી અને રસોડામાં રાખી દીધો હતો. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સચિનની માનસિક હાલત બહુ સારી નથી. તેણે મહેંદીના મૃતદેહનો નિકાલ કર્યા વગર જ રસોડામાં જ રાખી દીધો હતો.

આ પણ વાંચો : શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

આ પણ વાંચો : શિવાંશની માતા મહેંદી ન મળતા પોલીસની તપાસનો ધમધમાટ, મહિલા પ્રેમીની હત્યાની આશંકા અંગે તપાસ

g clip-path="url(#clip0_868_265)">