શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો
શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. શિવાંશની માતા મહેંદીની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. સચિને જ ગળું દબાવી મહેંદીની હત્યા કરી શિવાંશને પેથાપુરમાં તરછોડી દીધો હતો.
શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. શિવાંશની માતા મહેંદીની હત્યા કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે. સચિને જ ગળું દબાવી મહેંદીની હત્યા કરી શિવાંશને પેથાપુરમાં તરછોડી દીધો હતો. રેન્જ આઈજી, ગાંધીનગર અભય ચુડાસમાએ કહ્યું કે ‘2019 માં સચિન અને મહેંદીનો સંપર્ક થયો હતો. મહેંદી જે શો રૂમમાં જોબ કરતી હતી, ત્યાં બંને સંપર્કમાં આવ્યા હતા. છેલ્લા બે મહિનાથી સચિને બરોડા ઓઝોન કંપનીમાં નોકરી લીધી હતી. વડોદરાના દર્શનમ ઓવરસીઝ ફ્લેટમાં મહેંદી અને સચિન બાળક શિવાંશ સાથે રહેતા હતા. સચિન અઠવાડિયામાં પાંચ દિવસ વડોદરા રહેતો હતો. અને શની રવિ ગાંધીનગર તેના પરિવાર અને પત્ની પાસે આવતો હતો. બે દિવસ પહેલા સચિનને તેના પરિવાર સાથે વતન જવાનું હતું. પરંતુ ત્યારે મહેંદીએ તેને ના કહ્યું અને કહ્યું કે તું હંમેશા મારી પાસે જ રહે. હીના ઉર્ફ મહેંદીએ ત્યારે કહ્યું કે ‘અથવા તો તું મને રાખ કે પરિવારને રાખ.’
આ બાબતમાં બંને વચ્ચે મોટો ઝગડો થયો. જેમાં સચિને હીના ઉર્ફે મહેંદી પેથાણીને ગળું દબાવી તેની હત્યા કરી દીધી. ગળું દબાવી લાશને એક બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધી હતી. આ બાદ સચિન બાળકને લઈને નીકળી ગયો હતો. ગાંધીનગર આવીને સચિને બાળકને ગૌશાળા આગળ મૂકી દીધું હતું.
પોલીસે કહ્યું કે, શિવાંશની માતા મેંહદીની હત્યા કરીને બાળકને સચિને જ ત્યજી દીધું હતું. બંને પ્રેમમાં હતા. અને બે મહિનાથી વડોદરામાં રહેતા હતા. બનેનો લગ્ન કર્યાનો કોઈ રેકોર્ડ નથી. તેઓ લિવઇનમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે બાળકને ત્યજવાના ગુનામાં સચિનની ધરપકડ કરી છે. બરોડાથી પોલીસને હિના એટલે કે મહેંદીની ડેડ બોડી મળી છે. હત્યાના અંગે પોલીસ આગળ કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: પાક મરીન સિકયુરિટી એજન્સીની નાપાક હરકત, પોરબંદરની એક બોટ સાથે 6 માછીમારોનું અપહરણ થતા ખળભળાટ
આ પણ વાંચો: શિવાંશના પિતા સચિન દીક્ષિતના કામ અને ચાલચલગત વિશે કંપનીના માલિકે કરી વાત, આવો છે તેનો સ્વભાવ!