Sabarkantha: ઇડર પોલીસે ASI સામે નોંધ્યો ગુનો, TRB સંચાલન માળખું બદલાયુ, પોશીનામાં ઝડપાયો બાઇક ચોર

ઇડર (Idar) પોલીસે ASIએ આદેશનો અનાદર કરતા ગુનો નોંધી દાખલો બેસાડ્યો. સાબરકાંઠા જીલ્લામાં માનદ સેવા આપતા ટીઆરબી બ્રિગેડને હવે આધુનિક બનાવાશે.

Sabarkantha: ઇડર પોલીસે ASI સામે નોંધ્યો ગુનો, TRB સંચાલન માળખું બદલાયુ, પોશીનામાં ઝડપાયો બાઇક ચોર
Sabarkantha News Round Up
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jul 09, 2021 | 1:42 PM

ઇડર પોલીસ મથકમાં પોલીસ જવાન વિરુદ્ધ ફરીયાદ

ઇડર પોલીસ (Idar Police) સ્ટેશનમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સપેક્ટર (ASI) વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે. બિનહથિયારધારી ASI હિરેન જીવરાજભાઇ મોડીયાને ગાંધીનગર ખાતે બેઝીક કમાન્ડો તાલીમ માટે જવાનો આદેશ થયો હતો. આમ છતાં તેણે તાલીમમાં જવાથી દૂર રહીને યોગ્ય કારણ વિના જ માંદગીની રજા પર ઉતરી જવા પામ્યા હતા. જેને લઇ ઇડર પોલીસે ફરજ પ્રત્યે નિષ્કાળજી અને ગેરવર્તૂણંકની ફરીયાજ દર્જ કરીને ASI હિરેન ડામોર સામે તપાસ હાથ ધરી હતી.

ASI હિરેન ડામોરને ઇડર પોલીસ મથક દ્વારા બે વાર નોટીસ મોકલાઇ હતી. જે નોટીસ મારફતે તેઓને ફરજ પર હાજર થવા માટે જાણ કરવામાં આવી હતી. આમ છતાં તેઓ ગેરહાજર રહી વળતો કોઇ જ જવાબ કે માંદગીના કોઇ પૂરાવા રજૂ નહી કરતા ઇડર PI એ તેમની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

ટીઆરબીને હવે વધુ આધુનિક બનાવાશે, માળખાની રચના

સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં ટ્રાફીક પોલીસ માટે મદદરુપ TRB જવાનોનુ સેવા કાર્ય ઉમદા છે. જીલ્લાના મુખ્ય શહેરો અને હિંમતનગર શહેરમાં TRB જવાનો ફરજ બજાવે છે. જે જવાનો લોકોને ટ્રાફીકની સમસ્યાથી અગવડતાથી દૂર રાખવા માટેની જહેમત માનદ સેવા સ્વરુપે કરી રહ્યા છે. જેનું સફળ સંચાલન કરનાર સાબરકાંઠા જીલ્લાના સાબર ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના નવેસરથી સભ્યો અને હોદ્દેદારો નિમવામાં આવ્યા છે. જેના પ્રમુખ પદે ગોપાલસિંહ રાઠોડની નિમણૂંક કરવામાં આવી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટમાં 21 સભ્યપદો પર સાબરકાંઠા જીલ્લાના વિવિધ અગ્રણીઓને નિમવામાં આવ્યા છે. જેમાં તેઓ માનદ સેવા સ્વરુપે જવાબદારી નિભાવશે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અગ્રણી બાલકૃષ્ણ ઠક્કર પસંદ કરવામાં આવ્યા છે. નવા વરાયેલા હોદ્દેદારોએ ટ્રાફીકની સમસ્યાને નિવારવાના માનદ કાર્યને વધુ સુધારાજનક અને આધુનિક કરવા માટેની આશા દર્શાવી છે. સાબરકાંઠા પોલીસ અને ટ્રાફીક બ્રિગેડ સાથે મળીને છેલ્લા કેટલાક વર્ષથી સફળતા પૂર્વક કાર્ય કરી રહ્યા છે.

પોશીના પોલીસે બાઇક ચોર ઝડપ્યો

સાબરકાંઠા જીલ્લામાં બાઇક ચોરીને લઇને પોલીસ દ્વારા બાજનજર રાખવી શરુ કરી છે. અંતરિયાળ પોશીના પોલીસે (Poshina Police) રાત્રી દરમ્યાન એક બાઇકચોરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અંધારાનો લાભ લઇ એક શખ્શ ફરાર થઇ ગયો હતો. રાત્રી દરમ્યાન પોશીના પોલીસના PSI આરજે ચૌહાણ (RJ Chauhan) અને તેમની ટીમ દંત્રાલ રોડ પર પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન એક બાઇક પર સવાર બે શખ્શો શંકાસ્પદ લાગતા પીએસઆઇ ચૌહાણે તેમને અટકાવ્યા હતા.

આ દરમ્યાન પોલીસને જોઇ બાઇક સવાર એક શખ્શ અંધારામાં ફરાર થઇ ગયો હતો. જ્યારે બીજાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા જગદીશ ગમારની પૂછપરછ કરતા ચોરીનુ બાઇક હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે ત્રણ બાઇક ચોરીના ભેદ તેની પાસે થી ઉકેલ્યા હતા. તેની સાથેની ટોળકીને ઝડપી લેવા માટે પોલીસે પ્રયાસ શરુ કર્યો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">