Rajkot: જે.એમ.બિશ્નોઈ આત્મહત્યા કેસ: પરિવારજનોના CBI ઉપર આક્ષેપ,CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ
સીબીઆઇએ બિસન્નોઇની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બીજા દિવસે શનિવારે સવારે જ્યારે તેમની પૂછપરછ ચાલી રહી હતી અને જે.એમ બિસન્નોઇએ સીબીઆઇની કસ્ટડીમાં હતા ત્યારે અચાનક જ છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીઘી હતી.
કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેન્ડના જોઇન્ટ ડાયરેક્ટર જે.એમ.બિશ્નોઈએ આજે સવારે જ પોતાની ઓફિસના ચોથા માળેથી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. જે.એમ.બિસન્નોઇ રાજકોટમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા સીબીઆઇને બિસન્નોઇ સામે લાંચની ફરિયાદ મળી હતી જેના આધારે શુક્રવારે રાત્રીને સમયે સીબીઆઇએ બિસન્નોઇની ચેમ્બરમાં રેડ કરી હતી અને તેમને 5 લાખ રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
બીજા દિવસે શનિવારે સવારે જ્યારે તેમની પૂછપરછ ચાલી રહી હતી અને જે.એમ બિશ્નોઈએ સીબીઆઇની કસ્ટડીમાં હતા ત્યારે અચાનક જ છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીઘી હતી. સમગ્ર બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.
CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ
આ ઘટનામાં CBIના DIG રાજકોટ પહોંચ્યા હતા અને સુપ્રિયા પાટીલે આત્મહત્યા કેસની અધિકારીઓ સાથે વિગતો મેળવી હતી. આ આત્મહત્યા મામલે પોલીસ અધિકારીઓ સાથે સુપ્રિયા પાટીલ ચર્ચા કરી શકે છે , નોંધનીય છે કે અગાઉ રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ આ મુદ્દે પત્ર લખ્યો હતો. બિહારીલાલ બિશ્નોઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો હતો.
રાજકોટ: DGFTના જોઇન્ટ ડાયરેક્ટર જે.એમ.બિસન્નોઇ આત્મહત્યા કેસ, CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/a6OVUqDo5v
— Tv9 Gujarati (@tv9gujarati) March 25, 2023
પરિવારજનોએ CBI ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો
બનાવની જાણ થતા બિકાનેરથી જે.એમ.બિશ્નોઈના ભાઇ સંજય ગીલા સિવીલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજયે સીબીઆઇના અધિકારીઓ પર તેમના ભાઇની હત્યાનો આક્ષેપ લગાવ્યો હતો. સંજયે વધુમાં હતું કે સીબીઆઇ દ્રારા લાંચ કેસમાં તેના ભાઇને ડિટેઇન કર્યા બાદ પરિવારને કોઇ જ માહિતી આપી નથી. સીબીઆઇ ષડયંત્રના ભાગરૂપે તેમના ભાઇને ફસાવી રહ્યા છે.
સીબીઆઇના અધિકારીઓએ ટોર્ચર કર્યું હોવાને કારણે તેના ભાઇએ આ પગલું ભર્યું છે. આ આત્મહત્યા નહિ હત્યા છે જ્યાં સુધી આ કેસમાં તટસ્થ તપાસ નહિ થાય અને સીબીઆઇના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહિ કરીએ.
રાજસ્થાનના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
આ ઘટનાએ હવે રાજકીય રંગ પણ પકડી લીધો છે. રાજસ્થાનના ધારાસભ્ય બિહારીલાલ બિશ્નોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં બિહારીલાલે ઉલ્લેખ કર્યો છે કે જે.એમ.બિસન્નોઇના મોત મામલે તેના પરિવારને પોલીસ કે સીબીઆઇના અધિકારીઓ કોઇ માહિતી આપતા નથી. આ માહિતી આપવી ખુબ જ જરૂરી છે. જો ક્લાસ વન ઓફિસર બિશ્નોઈને સીબીઆઇના અધિકારીઓ દ્રારા ટોર્ચર કરવામાં આવ્યું હોય તો તેની સીબીઆઇના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. જો સીબીઆઇના દબાણથી અધિકારીએ આત્મહત્યા કરી હોય તો પરિવારને વળતર પણ આપવું જોઇએ.
બિસન્નોઇના ઘરેથી મળ્યા 50 લાખ રોકડ,સોના ચાંદીના દાગીના
એક્પર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પાસે બેંક ગેરંટીની એનઓસી માટે માંગેલી 5 લાખ રૂપિયાની લાંચ લીધા બાદ સીબીઆઇ દ્રારા તપાસ શરૂ કરી છે.સીબીઆઇ દ્રારા બિસન્નોઇના ઘરે તપાસ કરતા ત્યાંથી 50 લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા હતા.સીબીઆઇ દ્રારા બેંક એકાઉન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મામલાની ગંભીરતાને જોતા સીબીઆઇના ઉચ્ચ અધિકારીઓ રાજકોટ દોડી આવ્યા છે.