રાજકોટ : જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ શરૂ, FSL ટીમની મહેન્દ્ર પટેલની ઓફિસમાં તપાસ
આત્મહત્યા બાદ FSLની ટીમ મહેન્દ્ર પટેલની ઓફિસ પહોંચી હતી. અને તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જે.ડી.ઝાલા અને FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે આત્મહત્યા પહેલા મહેન્દ્ર ફળદુએ એક સ્યુસાઇડ નોટ લખી છે.
રાજકોટના (Rajkot) જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલના આપઘાત (Mahendra Faldu suicide case)બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આત્મહત્યા બાદ FSLની ટીમ મહેન્દ્ર પટેલની ઓફિસ પહોંચી હતી. અને તપાસ શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ જે.ડી.ઝાલા અને FSLની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે આત્મહત્યા પહેલા મહેન્દ્ર ફળદુએ એક સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં આત્મહત્યા પાછળ અમદાવાદનું ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કરાયો છે. 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી ઓઝોન ગ્રુપે ન આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે એમ.એમ.પટેલ, અતુલ મહેતા સહિત લોકો પર ગંભીર આક્ષેપ થયો છે. મહેન્દ્ર પટેલને હેરાન અને ખોટી ફરિયાદો કરીને ધમકી આપતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસમાં ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ મળી છે. આત્મહત્યા પહેલા જ મહેન્દ્ર ફળદુએ ઓઝોન ગ્રૂપ સામે અરજી સ્વરૂપે સ્યુસાઈડ નોટ તૈયાર કરી હતી. જે અલગ-અલગ મીડિયા જૂથને ઈન્ટરનેટ બંધ કરીને સેન્ડ કરી હતી. જે ઈન્ટરનેટ ચાલુ થતા જ મળી હતી. જો કે તે પહેલા જ મહેન્દ્ર ફળદુ દુનિયાને અલવિદા કરી ગયા હતા. મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને પણ સવારે મોડા આવવાની સૂચના આપી હતી. આમ આત્મહત્યાનો પ્લાન અગાઉથી જ વિચારી રાખ્યો હતો. મહેન્દ્ર પટેલની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે કે બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશ પટેલ, દીપક પટેલ, પ્રકાશ પટેલ, પથકુમાર પટેલ સાથે મળી તેઓ પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા હતા.
બાવળાનાં બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’નાં નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં મહેન્દ્ર પટેલે પોતે અને સગાઓ માટે જમીન બુક કરાવી હતી. અને 2007માં રૂપિયા પણ આપી દીધા હતા. પરંતુ જમીનના દસ્તાવેજ ન મળતા કંપનીના સંચાલકો સાથે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. મહેન્દ્ર પટેલે રોકાણકારોને રકમ પરત મળે તે માટે મધ્યસ્થી કરી જમીનના વેચાણ દસ્તાવેજો કરી આપવા કંપનીના ડાયરેક્ટરોને વિનંતી કરી હતી. જો કે કંપનીના સંચાલકો સમાધાનને બદલે મહેન્દ્ર પટેલને રાજકીય પહોંચ હોવાનું કહી ધમકી આપતા હતા.એટલું જ નહીં ખોટા દસ્તાવેજ ઉભા કરી એમ.એમ.પટેલે મહેન્દ્ર પટેલ સામે ખોટી ફરિયાદ પણ કરી હતી.
આ પણ વાંચો : માદક દ્રવ્યોની હેરફેર રોકવામાં મહેસાણા જિલ્લાની ઉત્તમ કામગીરીને રાષ્ટ્રીય કક્ષાએ બિરદાવાઇ
આ પણ વાંચો : Mehsana: ડાયાલિસિસ એટલે શું ? તેની જરૂર કોને અને ક્યારે પડે છે? આવો જાણીએ…