માદક દ્રવ્યોની હેરફેર રોકવામાં મહેસાણા જિલ્લાની ઉત્તમ કામગીરીને રાષ્ટ્રીય કક્ષાએ બિરદાવાઇ
મહેસાણા જિલ્લામાં કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શનથી કરેલ કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (NCB) દ્રારા મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવેલ છે.
મહેસાણા(Mehsana) જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલનું નવી દિલ્હી ખાતે મહેસાણા જિલ્લાની રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ(NCPCR) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો(NCB) દ્રારા કરાયેલ શ્રેષ્ઠ કામગીરી અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું “એક યુધ્ધ નશે કે વિરૂધ્ધ” બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરુપયોગ અને ગેરકાયદે હેરફેરને રોકવા માટે સંયુક્ત કાર્ય યોજનાના રોલ આઉટ પર રાષ્ટ્રીય સ્તરની સમીક્ષા કરવામાં આવે છે. જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને પ્રેરણાથી સુંદર કામગીરી કરવા બદલ બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે મહેસાણાની પસંદગી કરવામાં આવી હતી.જે અંતર્ગત 2 માર્ચ 2022ને બુઘવારના રોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરનું બહુમાન કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લા કલકેટરનું બહુમાન થતાં મહેસાણા જિલ્લાની શ્રેષ્ઠ કામગીરીઓના ગૌરવમાં એક પીછું ઉમેરાયું છે.
જિલ્લાનો જોઇન્ટ એકશન પ્લાન બનાવવામાં આવેલ હતો
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્રારા સમગ્ર ભારતમાં 272 જિલ્લામાં “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત 15 ઓગસ્ટ 2020 થી કરવામાં આવેલ હતી. જેમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્રારા “ડ્ર્ગ્સ અને અન્ય માદક પદાર્થોથી બાળકોનો બચાવ ” અંર્તગત જિલ્લાનો જોઇન્ટ એકશન પ્લાન બનાવવામાં આવેલ હતો. રાષ્ટ્ર કક્ષાએ બનાવેલ એકશન પ્લાન અંતર્ગત સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગ દ્રારા બાળકો સાથે કામ કરતાં વિભાગો સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમો, વ્યસન મુક્તિ રથ શાળાઓ, કોલેજોમાં નશા મુક્ત અંર્તગત ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા, વક્તૃતૃત્વ સ્પર્ધા, પેઇન્ટીગ, વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, વધુમાં મહેસાણા જિલ્લાની બાળ સંભાળ સંસ્થાઓ, ઓબ્ઝર્વેશન હોમ, મધ્યસ્થ જેલ વગેરે જગ્યાએ સેમીનાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેકટરને સન્માનીત કરવામાં આવેલ
મહેસાણા જિલ્લામાં પસંદ કરાયેલ વોલેન્ટીયર, સ્ટેક હોલ્ડર,વચાઇલ્ડ લાઇન, ગામનાં આગેવાનો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓને સાંકળીને તાલીમ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લાની આ ક્ષેત્રમાં થઇ રહેલ સુંદર કામગીરી બદલ જિલ્લાની પસંદગી કરી જિલ્લા કલેકટરને સન્માનીત કરવામાં આવેલ છે.
મહેસાણા જિલ્લામાં કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શનથી કરેલ કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) તથા નાર્કોટીકસ કંટ્રોલ બ્યુરો (NCB) દ્રારા મહેસાણા જિલ્લાને બેસ્ટ પર્ફોન્સ જિલ્લા તરીકે પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત 2 જી માર્ચ 2022ના રોજ નવી દિલ્હી ખાતે જિલ્લા કલેક્ટરનું બહુમાન કરાયું હતું. મહેસાણા જિલ્લાને આ બહુમાન મળતાં જિલ્લા કલેકટરે ટીમ મહેસાણાને અભિનંદન પાઠવેલ છે.
આ પણ વાંચો : Surat : હજીરામાં રેલવે જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ, ઉદ્યોગ ગૃહોને લાભ કરાવવાનો આક્ષેપ
આ પણ વાંચો : Kutch : ચોખા ભરેલી ટ્રકની લુંટ કરી મુદ્દામાલ વહેંચવાનો પ્લાન અંજાર પોલીસે નિષ્ફળ બનાવ્યો, ચાર શખ્સની ધરપકડ