Rajkot : ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી યુવકની આત્મહત્યા, અગાઉ ક્રિકેટર સહિત અનેક યુવકોને કરી ચૂકી છે બરબાદ

જયના ભાઇએ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા ભાઇને સુધા ફસાવવા માંગતી હતી. સુધા દ્વારા મારા ભાઇને ડ્રગ્સ વેંચવા માટે દબાણ કરતા હતા. મારા એક કાકાને કારણે હું સુધાના સંપર્કમાં આવ્યો હતો. અને મારા કારણે મારો ભાઇ પણ સંપર્કમાં આવ્યો હતો.

Rajkot : ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી યુવકની આત્મહત્યા, અગાઉ ક્રિકેટર સહિત અનેક યુવકોને કરી ચૂકી છે બરબાદ
Rajkot: Drug peddler Sudha Dhamelia's youth commits suicide
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:50 PM

રાજકોટમાં (RAJKOT)ફરી ડ્રગ્સના (Drugs) ચુંગાલને કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ભીડભંજન સોસાયટીમાં રહેતા જયેશ ઉર્ફે જય રાઠોડ નામના યુવકે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. જયના પરિવારજનોએ આત્મહત્યા પાછળ ડ્રગ્સની પેડલર (Drugs peddler)સુધા ધામેલિયા (Sudha Dhamelia)નામની મહિલાનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. જયના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સુધા જયને ડ્ર્ગ્સનું વેચાણ કરવાનું દબાણ કરતી હતી. જે દિવસે જયે આત્મહત્યા કરી તેના આગલા દિવસે સુધા અને તેના માણસો ઘરે માથાકુટ કરવા આવ્યા હોવાનો તેની માતાએ આક્ષેપ કર્યો છે. જયના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે સુધા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

જયની માતાએ આસું સાથે વ્યક્ત આપવિતી

જયની માતાએ પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું કે મારા દિકરા સુધા અને તેના માણસો મારી નાખવાની ધમકી આપતા હતા. જયને શોધવા માટે તેના માણસો ઘરે આવ્યા હતા. અને મારા દિકરાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. મારા દિકરાએ તેના ડરથી ગળેફાંસો ખાઇ લીધો હતો. સુધાના માણસો આવ્યા ત્યારે અમે ગભરાઇ ગયા હતા અને પોલીસને ન કહ્યું હતું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મારા ભાઇને ડ્રગ્સ વેચવા દબાણ કરતા હતા-મૃતકનો ભાઇ

જયના ભાઇએ મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા ભાઇને સુધા ફસાવવા માંગતી હતી. સુધા દ્વારા મારા ભાઇને ડ્રગ્સ વેંચવા માટે દબાણ કરતા હતા. મારા એક કાકાને કારણે હું સુધાના સંપર્કમાં આવ્યો હતો. અને મારા કારણે મારો ભાઇ પણ સંપર્કમાં આવ્યો હતો. અમે વેંચવાની ના પાડી એટલા માટે તેને મારી નાખવાની ધમકી આપતા હતા.

સુધાને એમ હતું કે જયે તેની પોલીસને બાતમી આપી-ડીસીપી

જયના પરિવારજનોની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સુઘા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસીપી પ્રવીણકુમાર મીણાના કહેવા પ્રમાણે જય પહેલા સુધાના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. સુધાની એનડીપીએસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. અને તેની વિરુધ્ધ પીઆઇટી દાખલ કરવામાં આવ્યું હતું. જેના કારણે તે એક મહિનો જેલમાં રહી હતી.જેલની બહાર આવતા સુધાને એવી શંકા હતી કે તેની બાતમી જયે પોલીસને આપી છે જેના કારણે તેની ધરપકડ થઇ છે.જેથી તે જય પર અવારનવાર તેના પર ત્રાસ ગુજારતી હતી.

આ પણ વાંચો : 10th-12th Exams: મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ થશે, કોઈ ફેરફાર નહીં થાય – સૂત્ર

આ પણ વાંચો : RAJKOT : જસદણમાં કુંવરજી બાવળિયા VS ભરત બોઘરા, મહિલા પ્રમુખે મહામંત્રીના ત્રાસથી આપ્યું રાજીનામું

g clip-path="url(#clip0_868_265)">