Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ
પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી પૈકી પારસિંગ પડધરીના બે કેસ અને અમરેલીના એક કેસમાં વોન્ટેડ છે. જ્યારે પારસિંગ,નરૂ પરમાર,કમલેશ વાખળા અને દિનેશ પરમાર અગાઉ દાહોદ,મહિસાગર અને જામનગર જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં લૂંટના બે ગુનાઓ સામે આવ્યા હતા. અને બંન્ને ગુનાની મોડસ ઓપરેન્ડી એક જ હતી. જેના કારણે પોલીસને આ બંન્ને લૂંટ એક જ ઇસમ દ્વારા કરવામાં આવી હોવાની શંકા પડી હતી. દરમિયાન પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે કાલાવડ-રાજકોટ હાઇ વે પરથી બે બાઇકમાં શંકાસ્પદ ઇસમો પસાર થઇ રહ્યા છે તેવી બાતમી મળતા પોલીસે કાલાવડ હાઇવે પર વોચ ગોઠવી હતી. અને બે બાઇકમાં પાંચ શખ્સો સોના ચાંદીના દાગીના સાથે મળી આવ્યા હતા. પોલીસે તેની પુછપરછ કરતા આ શખ્સોએ જિલ્લાના લોધિકા તાલુકાના મોટાવડા અને કોટડાસાંગાણીના રાજપરા ગામે થયેલી લૂંટનો ભેદ ઉકેલાય ગયો હતો.
આ છે લૂંટારૂઓના નામ
પારસીંગ ઉર્ફે પારૂ ઉર્ફે રાજુ ઉર્ફે જોરસીંગ વહુનીયા, નરૂ પરમાર, કમલેશ વાખળા, દિનેશ પરમાર અને રતના મનિમા
કેવી છે લૂંટારૂં ગેંગની મોડસ ઓપરેન્ડી
જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના કહેવા પ્રમાણે આ શખ્સો મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી છે. સમયાંતરે આ શખ્સો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં તેમના સગાં સબંધીઓ મજુરી કરવા આવ્યા હોય છે. ત્યાં મહેમાન બને છે અને તે ગામની આસપાસ રેકી કરે છે.જો કોઇ વ્યક્તિ મોટી રકમ સાથે તેની વાડીમાં રહેતો હોય તેવી જાણ થતા રાત્રીના સમયે તેની વાડીમાં પહોંચીને પહેલા તેના પર હુમલો કરે છે. અને બાદમાં ત્યાં લૂંટ કરીને ફરાર થઇ જાય છે. જો કોઇ સારૂ મંદિર જોવા મળે તો ત્યાં પણ ચોરી અને બંધ મકાનને પણ શિકાર કરવાનું છોડતા નથી.રાજકોટ જિલ્લામાં થયેલી બે લૂંટને પણ આ જ મોડસઓપરેન્ડીથી અંજામ આપ્યો હોવાની કબુલાત આપી છે.
કેવો છે ગુનાહિત ઇતિહાસ
હાલ પોલીસે આ શખ્સોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા આરોપી પૈકી પારસિંગ પડધરીના બે કેસ અને અમરેલીના એક કેસમાં વોન્ટેડ છે. જ્યારે પારસિંગ,નરૂ પરમાર,કમલેશ વાખળા અને દિનેશ પરમાર અગાઉ દાહોદ,મહિસાગર અને જામનગર જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. હાલ પોલીસ આ શખ્સોની આગવી ઢબે પુછપરછ કરી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.
આ પણ વાંચો : અનેક પડકારો વચ્ચે નર્મદા કેનાલની કામગીરી પૂર્ણતાના આરે : મંત્રી ઋષિકેશ પટેલ
આ પણ વાંચો : Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ