Gandhinagar : ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ
સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત 5 વર્ષમાં આ પોલિસી હેઠળ એગ્રો પ્રોસેસિંગ યુનિટ અને ખેડૂતોના નામે કરોડો રૂપિયાનુ કૌભાંડ થયાનું પુરવાર થયું છે. અત્યાર સુધીમાં આ પોલિસી હેઠળ રૂપિયા. 300 કરોડની સબસિડી ચુકવાઈ છે,
ઉતર ગુજરાત વીજ કંપનીના(UGVCL)મેનેજીંગ ડાયરેકટર એસ.કે.રંધાવા(SK Randhava)ગેરરીતિના કેસમાં સસ્પેન્ડ(Suspend)કરવામાં આવ્યા છે. તેમની વિરુદ્ધ સર્વગ્રાહી કૃષિ નિતિ અંતર્ગત ચુકવાતી રકમમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ હતો. તેમજ આ સમગ્ર મામલાની તપાસ બાદ તેમને પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ગેરરીતિ મામલે અગાઉ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા
450 જેટલી અરજીમાં બારોબાર જ સબસિડી ચુકવી
સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત 5 વર્ષ( 2016-2021) માં આ પોલિસી હેઠળ એગ્રો પ્રોસેસિંગ યુનિટ અને ખેડૂતોના નામે કરોડો રૂપિયાનુ કૌભાંડ થયાનું પુરવાર થયું છે. અત્યાર સુધીમાં આ પોલિસી હેઠળ રૂ. 300 કરોડની સબસિડી ચુકવાઈ છે, જેમાંથી 450 જેટલી અરજીમાં બારોબાર જ સબસિડી ચુકવીને મોટાપાયે ભ્રષ્ટાચાર થયા છે.
તપાસ દરમ્યાન ઘણી ગેરરીતિ સામે આવશે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના બે અધિકારીઓ સામે કાર્યવાહી અંગે તત્કાલીન ચેરમેન મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ગેરરીતિ કરી અને જેને મળવા પાત્ર સબસીડી હતી તે નહીં આપીને અભય જૈન અને શૈલેષ મકવાણાને સગેવગે કરી હતી. જેના લીધે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ તપાસ દરમ્યાન ઘણી ગેરરીતિ સામે આવશે. તેમજ આ લોકોએ લાગતા વળગતા ને 100 કરોડની સબસીડી આપી દીધી હતી. જે નિયમોના વિરુદ્ધ હતી.
આ પણ વાંચો : Rajkot : 500 કરોડના આક્ષેપના પર્દાફાશ પાછળ ભાજપના જ નેતા જવાબદાર હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો આક્ષેપ