અનેક પડકારો વચ્ચે નર્મદા કેનાલની કામગીરી પૂર્ણતાના આરે : મંત્રી ઋષિકેશ પટેલ
નર્મદા યોજનાની IBPTની મંજૂરી વર્ષ 2000 માં મળી ત્યારથી જ પિયત વિસ્તારની કામગીરી રાજ્યમાં શરૂ થઈ, અને માત્ર 21 વર્ષમાં 90 ટકાથી વધારે નહેરોનું માળખું સરકારે પૂર્ણ કર્યું છે. પાટણ જિલ્લાના વાવ-થરાદ વિસ્તાર માટે પણ સિંચાઈ સુવિધાઓ પુરી પાડવા નવીન પાઈપલાઈન યોજનાની મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
રાજ્યમા નર્મદાની મુખ્ય નહેરનું 100%, બ્રાન્ચ નહેરનું 99.74 % અને માઇનોર કેનાલનુ 92% ટકા કામ પૂર્ણ, વાવ-થરાદમા સિંચાઇ સુવિધા માટેના પાઇપલાઇન કામોને મુખ્યમંત્રી દ્વારા મંજૂરી અપાઈ
વિધાનસભામાં (Assembly)નર્મદા કેનાલ નેટવર્ક વિશે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ઋષિકેશ પટેલે (Minister Hrishikesh Patel)જણાવ્યું કે, રાજ્યમા અનેક પડકારો વચ્ચે વિવિધ વિસ્તારોને આવરતા નર્મદા કેનાલ (Narmada Canal)નેટવર્કનું કાર્ય પૂર્ણતાના આરે છે. જેની વિસ્તૃત વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, રાજ્યવ્યાપી નર્મદા નેટવર્કમાં મુખ્ય નહેરનું કાર્ય 100 % ટકા, જ્યારે શાખા નહેરનું 99.74 % અને માઈનોર નહેરનું કાર્ય 92 % પૂર્ણ થઇ ગયેલ છે.
અગાઉ સબમાઈનોર કેનાલ બનાવવાની જવાબદારી સંપૂર્ણપણે ખેડૂતોના શીરે રહેતી હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં આ જવાબદારી સરકારે પોતાના શીરે ઉપાડીને 46 હજાર કિ.મી લંબાઈની કેનાલ 90 % સરકારી ખર્ચે બનાવવાનું રાજ્યવ્યાપી ભગીરથ અભિયાન હાથ ધર્યું. જેમાંથી અત્યાર સુધીમા 40 હજાર કિલોમીટરનું કાર્ય પૂર્ણ થઇ ગયેલ છે.
નર્મદા યોજનાની IBPTની મંજૂરી વર્ષ 2000 માં મળી ત્યારથી જ પિયત વિસ્તારની કામગીરી રાજ્યમાં શરૂ થઈ, અને માત્ર 21 વર્ષમાં 90 ટકાથી વધારે નહેરોનું માળખું સરકારે પૂર્ણ કર્યું છે. પાટણ જિલ્લાના વાવ-થરાદ વિસ્તાર માટે પણ સિંચાઈ સુવિધાઓ પુરી પાડવા નવીન પાઈપલાઈન યોજનાની મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
જમીન સંપાદન,રેલ્વે, રસ્તાઓ, જેવા યુટીલીટી ક્રોસિંગ,ગેસ-ઓઇલ પાઇપલાઇન જેવી સંબંધિત વિભાગોની મંજૂરીની પ્રક્રિયા વચ્ચે સરકારે રાજ્યમાં નહેરોનું વિશાળ નેટવર્ક બનાવીને 16.92 લાખ હેક્ટર જમીનમાં આજે સિંચાઈની સુવિધા પહોંચતી કરી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મંત્રી ઋષિકેશ પટેલે ભાખરાનાગલ, કોસી, નાગાર્જુનસાગર, બંધના સંદર્ભ આપતા કહ્યું કે ,આ તમામ બંધના પિયત વિસ્તારના વિકાસમાં અંદાજિત 30 થી 40 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જ્યારે નર્મદા નહેરની કામગીરી માત્ર 21 વર્ષમાં પૂર્ણ કરવામાં આવી છે તે અદ્વિતીય સિદ્ધિ છે.
નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે પણ અને વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારે પણ નર્મદા યોજનાના કામોને તેઓએ અગ્રીમતા આપી છે. જેના થકી જ ખૂબ જ ટૂંકા ગાળામાં આ ભગીરથ કામગીરી પૂર્ણતાના આરે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : નબળી નેતાગીરીના કારણે ભાવનગર- મુંબઈ વિમાની સેવા બંધ થશે
આ પણ વાંચો : Mehsana : સાંસદ શારદાબેન પટેલે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી