Mumbai Police : હુક્કાબારમાં પડી રેડ, મુનવ્વર ફારૂકી સહિત 7ની અટકાયત

|

Mar 27, 2024 | 8:23 AM

મુનવ્વર ફારુકી અને કોન્ટ્રોવર્સી બંનેનો એકબીજા સાથે જુનો સંબંધ છે. બિગ બોસ 17માં પણ આ વિવાદોએ મુનવ્વરને છોડ્યો ન હતો. પરંતુ તેમ છતાં આ બધા વિવાદો છતાં મુનવ્વર ફારૂકીએ 'બિગ બોસ' ટ્રોફી જીતી લીધી. હવે મુનવ્વર ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે અને પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી છે.

Mumbai Police : હુક્કાબારમાં પડી રેડ, મુનવ્વર ફારૂકી સહિત 7ની અટકાયત
police raid in hookah bar

Follow us on

પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન 17ના વિજેતા મુનવ્વર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કાબારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેમના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન 6 અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જો કે પૂછપરછ બાદ મુનવ્વર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે.

મતલબ કે મુનવ્વરને પોલીસે થોડાં જ સમયમાં છોડી મૂક્યો છે. મુનવ્વરની નજીકના સૂત્રએ ટીવી 9 હિન્દી ડિજિટલને જણાવ્યું હતું કે, મુનવ્વર હાલમાં તેના નવા પ્રોજેક્ટ માટે મુંબઈની બહાર જઈ રહ્યો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અટકાયત કરાયેલા લોકોમાં ફારુકી પણ સામેલ

પોતાની અટકાયતના સમાચાર બાદ મુનવ્વર ફારૂકીએ ખુદ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે હું થાકી ગયો છું પરંતુ મુસાફરી કરી રહ્યો છું. એક તરફ મુનવ્વર અને તેની ટીમ એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ દરોડા સાથે તેમનો કોઈ સંબંધ નથી, તો બીજી તરફ આ દરોડા સાથે સંકળાયેલા એક અધિકારીએ ફ્રી પ્રેસ જનરલને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, “અમારી ટીમે હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા. હુક્કાના નામે તમાકુનો ઉપયોગ થતો હોવાની બાતમી મળ્યા બાદ મુંબઈમાં રેડ પાડી હતી. ત્યાંથી મળી આવેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને અટકાયત કરાયેલા લોકોમાં ફારૂકી પણ સામેલ છે.

માત્ર કરી હતી પૂછપરછ

હકીકતમાં મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ દરોડા પાડતા હુક્કાબારમાંથી લગભગ સાત લોકોની અટકાયત કરી હતી. પોલીસ તમામને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સવાલોના જવાબ આપ્યા બાદ પોલીસે મુનવ્વર ફારૂકીને છોડી મૂક્યો હતો. જો કે મુનવ્વર દ્વારા આ મામલે કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Next Article