CM ભુપેન્દ્ર પટેલને ધમકી આપી 1 કરોડની ખંડણી માંગનાર બટુક મોરારી સામે ગુનો નોંધાયો

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો મહંતનો વીડિયો બે દિવસ પહેલા વાયરલ થયો હતો. બનાસકાંઠાના મહંત બટુક મોરારી ઉર્ફે મહેશ ભગતે ધમકી આપી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 2:51 PM

BANASKANTHA : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી ધમકી ભર્યો વીડિયો બનાવનાર મહંત બટુક મોરારી સામે પોલીસ ફરિયાદ થઈ છે.કહેવાતા મહંત બટુક મોરારી સામે ડીસા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મહંત બટુક મોરારીએ ડીસાની એક હોટલમાં વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહંતે મુખ્યપ્રધાન પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી હતી

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો મહંતનો વીડિયો બે દિવસ પહેલા વાયરલ થયો હતો. બનાસકાંઠાના મહંત બટુક મોરારી ઉર્ફે મહેશ ભગતે ધમકી આપી હતી.મુખ્યપ્રધાન પાસે 10 દિવસમાં રૂપિયા 1 કરોડની માંગણી હતી.વીડિયોમાં મહંત કહી રહ્યાં છે કે 10 દિવસની અંદર એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પહોંચાડી દેજો.નહીં તો ગુજરાતમાં કોઇ દિવસ પટેલને રાજ નહીં કરવા દઉ.ભુપેન્દ્ર પટેલ એક કરોડ રૂપિયા નહીં આપે તો અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દઇશ.” મહંતના આ ધમકીભર્યા વાયરલ વીડિયોને લઇને લોકોમાં આક્રોષ જોવા મળ્યો હતો.

આ વીડિયોને લઇને ગુજરાતભરમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. તો સોશિયલ મીડિયા પર આ વીડિયોને કારણે વ્યુર્સે મહંતની ધમકીને લઇને આક્રોશ પણ ઠાલવ્યો છે. સોશિયલ મીડિયામાં મોટાભાગના લોકોએ મહંત નશામાં ભાન ભુલ્યાનું જણાવી રહ્યાં છે. મહંતને ગાંજો ચડી ગયો હોવાનું પણ લોકો જણાવી રહ્યાં છે. ત્યારે મહંતની મુખ્યપ્રધાનને ધમકીને લઇને સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ રમુજો થઇ રહી છે. જોકે, કેટલાક લોકોએ તો મહંતના આવા વાણીવિલાસને લઇને જોરદાર ગુસ્સો પણ ઠાલવ્યો છે..

આ પણ વાંચો : GANDHINAGAR : બર્થડે પાર્ટીની આડમાં દારૂની મહેફિલ માણતા 13 યુવક-યુવતીઓ ઝડપાયા

આ પણ વાંચો : GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક, હેકિંગ પાછળ કોનો હાથ ?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">