AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: મહિલા પોલીસે કોન્સટેબલને મારી થપ્પડ, ધક્કો મારીને કહ્યું કઈક આવું, જાણો શું છે મામલો ?

પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ ઘટનાને કારણે પોલીસ વિભાગનું ઘણું અપમાન થઈ રહ્યું છે

Crime News: મહિલા પોલીસે કોન્સટેબલને મારી થપ્પડ, ધક્કો મારીને કહ્યું કઈક આવું, જાણો શું છે મામલો ?
પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ ઘટનાને કારણે પોલીસ વિભાગનું ઘણું અપમાન થઈ રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:50 AM
Share

Crime News: બિહારની રાજધાની પટનામાં પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપીના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો (Patna Police Clash). આ ઘટનાને કારણે પોલીસ વિભાગનું ઘણું અપમાન થઈ રહ્યું છે. હકીકતમાં કારગિલ ચોક પાસે એક મહિલા કોન્સ્ટેબલે એક પુરૂષ પોલીસકર્મીને થપ્પડ મારી હતી (lady constable slapped policeman). આ પછી, જવાન ધર્મેન્દ્ર ચૌધરી, પાછળ ન રહેતા, મહિલા કોન્સ્ટેબલ પર પણ હુમલો કર્યો. આ દૃશ્ય જોઈને મહિલા કોન્સ્ટેબની એક સહકર્મી પણ જવાન સાથે ઘર્ષણમાં ઉતરી પડી.

ગુસ્સામાં મહિલા કોન્સ્ટેબલે પોલીસ પેટ્રોલિંગ વાહન પર લાકડીઓ વડે કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસકર્મીઓ વચ્ચે થતી આ લડાઈ જોઈને ત્યાં હાજર લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ફરજ પરના પોલીસકર્મીઓ એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીરબહોર પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગ વાહન વિકાસ કુમારના સંબંધીનું વાહન ટ્રાફિક પોલીસે પકડ્યું હતું.

માર પીટ બાદ 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ આ દરમિયાન પોલીસકર્મીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. હુમલાની આ ઘટના બાદ SSP ઉપેન્દ્ર સિંહે બે મહિલા કોન્સ્ટેબલ સ્વાતિ કુમારી, શાલુ તેમજ પીરભોર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રને સસ્પેન્ડ કર્યો હતો.

મહિલા કોન્સ્ટેબલે જવાનને થપ્પડ મારી કહ્યું કઈક આવું સમાચાર અનુસાર, એક મહિલા કોન્સ્ટેબલ બાઇક સવારને છોડવાની તરફેણમાં નહોતી. તેણે પેટ્રોલિંગ પાર્ટીના પોલીસ જવાનને કહ્યું કે ‘પટના પોલીસનું મગજ ઘૂંટણમાં રહે છે’. આ બાબતે જ પોલીસકર્મી ધર્મેન્દ્ર અને તેમની વચ્ચે બબાલ શરૂ થઈ અને આ ચર્ચા જોઈને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ. લેડી કોન્સ્ટેબલે ધર્મેન્દ્રને ધક્કો માર્યો. જ્યારે અન્ય પોલીસકર્મીઓએ મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગુસ્સે ભરાયેલી મહિલા કોન્સ્ટેબલે ધર્મેન્દ્રને ધક્કો માર્યો. આ પછી ગુસ્સે થયેલા પોલીસ કર્મીને પણ તેને માર મારવાનું શરૂ કર્યું.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">