Interstate Border Dispute: સાંસદને ભારે પડી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી, પૂછપરછ માટે CID થઈ રવાના

TV9 GUJARATI

|

Updated on: Jul 29, 2021 | 11:15 AM

આસામ-મિઝોરમ પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણમાં 6 આસામ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મૃત્યુ થયું હતું.

Interstate Border Dispute: સાંસદને ભારે પડી પોલીસને જાનથી મારી નાખવાની ધમકી, પૂછપરછ માટે CID થઈ રવાના
DGP Assam, Bhaskar Jyoti Mahant - File Photo

આંતરરાજ્ય સરહદ વિવાદ (Interstate Border Dispute) અંગેના તેમના નિવેદન બાદ આસામ પોલીસ (Assam Police) મિઝોરમ (Mizoram) ના સાંસદ કે વનલાલવેના (Rajya Sabha MP K. Vanlalvena) સામે કાર્યવાહીની તૈયારી કરી રહી છે. આ બનાવમાં, આસામ પોલીસ, CID અને કેટલાક અધિકારીઓની એક ટીમ રાજ્યસભાના સાંસદને પૂછપરછ માટે દિલ્હી જવા રવાના થઈ રહી છે. આસામના ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે (DGP Bhaskar Jyoti Mahant) ખુદ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

ડીજીપી ભાસ્કર જ્યોતિ મહંતે જણાવ્યું હતું કે આસામ પોલીસે મિઝોરમ પોલીસ કર્મચારીઓ અને અસમ પોલીસ પર ગોળીબાર કરનાર સિવિલિયન બદમાશોની એક ફોટો ગેલેરી તૈયાર કરી છે, જેને વધુ અપડેટ કરવામાં આવી રહી છે. તેઓને કાયદાના દાયરામાં લાવવામાં આવશે.

આસામ પોલીસે 26 મી જુલાઈ, 2021 ના ​​રોજ આસામ પોલીસ કર્મચારીઓની નિર્દય હત્યામાં સામેલ દરેક વ્યક્તિની ધરપકડ તરફ માહિતી પૂરી પાડવા બદલ 5 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી હતી.

સાંસદ કે વનલાલવેનાનું નિવેદન સંસદ ભવનની બહાર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કે વનલાલવેનાએ જણાવ્યું હતું કે, “200 થી વધુ પોલીસકર્મીઓ તે ક્ષેત્રમાં પ્રવેશ્યા અને તેઓએ અમારા જ પોલીસ જવાનને અમારી પોતાની પોસ્ટથી હટાવી દીધા હતા અને અમારી બાજુથી ફાયરિંગ કરતા પહેલા તેઓએ પહેલા ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.” તેઓ નસીબદાર હતા કે અમે તેમને માર્યા નથી. જો તેઓ ફરીથી આવશે, તો અમે તેમને ખતમ કરીશું.”

આ તરફ આસામ પોલીસે કહ્યું કે આવા નિવેદનો કાવતરામાં તેમની સક્રિય ભૂમિકા દર્શાવે છે. આવી સ્થિતિમાં CID સહિત કેટલાક અધિકારીઓની ટીમ તેની પૂછપરછ માટે દિલ્હી રવાના થઈ રહી છે.

આ અથડામણમાં 6 પોલીસ કર્મીઓના મોત આસામ-મિઝોરમ પોલીસ દળો વચ્ચે હિંસક અથડામણમાં, 6 આસામ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિકનું મૃત્યુ થયું હતું. કાચર જિલ્લામાં લાઇન રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વધી રહેલા અથડામણમાં 45 લોકો ઘાયલ થયા છે. આ પછી, બંને રાજ્યોએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. આ વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા.

20 મિનિટ સુધી અંધાધૂંધ ચાલી ગોળીબારી આસામ-મિઝોરમ બોર્ડર પર 20 મિનિટ સુધી અંધાધૂંધ ગોળીબાર પાછળનું સત્ય શું છે ? આખરે શા માટે બંને પડોશી રાજ્યો વચ્ચે બંદૂક કાઢવાની ફરજ પડી ? શું મિઝોરમ પોલીસે જંગલ વિસ્તારમાં હિંસા માટે અગાઉથી તૈયારી કરી હતી ? અથવા અસમ અને મિઝોરમ વચ્ચે લોહિયાળ સંઘર્ષનું બીજું કંઈક કારણ છે ? પૂર્વોત્તરના બંને રાજ્યો વચ્ચેના વિવાદે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે.

આ પણ વાંચો: Gold Price Today : સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો આજની દેશ વિદેશની કિંમત

આ પણ વાંચો: Health Tips: જો ભોજન પછી તમે પણ આ ચીજ ખાવાના શોખીન હોવ તો વાંચો આ આર્ટિકલ

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati