ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા સહાય માટે વધુ અરજીઓ મળી

ગુજરાતમાં કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા સહાય માટે વધુ અરજીઓ મળી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 7:59 PM

સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કારણે 10,095 દર્દીના મોત થયા છે. પરંતુ, કોરોના સહાય માટે સરકારને અત્યાર સુધી 12,718 અરજીઓ મળી છે

ગુજરાતમાં(Gujarat)કોરોનાથી(Corona)સત્તાવાર મૃત્યુ કરતા 2600 ડેથ ક્લેઇમ(Death Claim)વધારે થયા છે. જેમાં કોરોના સહાય માટે સરકારને સત્તાવાર મૃત્યુ કરતા 2600 અરજી વધારે મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટમાં(Supreme Court)ગુજરાત સરકારે કબૂલાત કરી છે કે કોરોનાથી મૃત્યુ બદલ સહાય માટે ગુજરાત સરકારને 12,718 અરજી મળી છે.જેમાંથી 6,515 ક્લેઇમ સ્વીકારી તેમને સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

જયારે 10 ડિસેમ્બર પહેલા તમામ ડેથ ક્લેઇમની સહાય ચૂકવણી થઇ જશે તેવું સુપ્રીમમાં સરકારે આશ્વાસન આપ્યું છે. જ્યારે સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કારણે 10,095 દર્દીના મોત થયા છે. પરંતુ, કોરોના સહાય માટે સરકારને અત્યાર સુધી 12,718 અરજીઓ મળી છે એટલે કે કોરોનાથી સત્તાવાર મૃત્યુ કરતા સહાય માટે 2623 અરજીઓ વધારે મળી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કારણે જીવ ગુમાવનારા વ્યક્તિના પરિવારને વહેલીતકે સહાય મળે તે માટે રાજ્ય સરકારે ઓનલાઇન પોર્ટલ શરૂ કરી છે. મૃતકોના પરિવારજનો પોર્ટલ પર અરજી શકશે. અરજદારે પોર્ટલ પર મૃત્યુનું પ્રમાણપત્ર અન્ય પુરાવા અપલોડ કરવા પડશે. અરજી બાદ 30 દિવસમાં અરજદારના ખાતામાં 50 હજાર રૂપિયા જમા થશે.

આ મુદ્દે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે રાજયમા જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય મળી રહે એ માટે રાજયસરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પોર્ટલ દ્વારા વારસદારોને સત્વરે સહાય મળશે અને કચેરીઓમાં જવાનો સમય બચશે. સહાય તેમના બેંક એકાઉન્ટમા સીધી જમા થશે.

આ પણ વાંચો : Gram Panchyat Election : ગુજરાતના આ ગામમાં ચૂંટણી જંગમાં સાસુ -વહુ આમને સામને , જાણો વિગતે

આ પણ વાંચો :  SURENDRANAGAR : યુવતી સાથે વાતચીત કરવામાં યુવકને મળ્યું મોત, બે હત્યારાઓ પોલીસ સકંજામાં

 

Published on: Dec 08, 2021 07:52 PM
g clip-path="url(#clip0_868_265)">