RAJKOT: GST અધિકારી મનોજ મદાણી 20 હજારની લાંચ લેતા ઝડપાયો

GST અધિકારી મનોજ મદાણીએ ફરિયાદી પાસે રિફન્ડ ઓર્ડર માટે રૂ.20 હજારની લાંચ માગી હતી.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 25, 2021 | 6:43 PM

રાજકોટમાં ACBએ વધુ એક લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો છે. રાજકોટમાં GST વિભાગના ક્લાસ-2 ઈન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મનોજ મદાણીને બહુમાળી ભવનની ઓફિસમાં જ રૂ.20 હાજરની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.

GST અધિકારી મનોજ મદાણીએ ફરિયાદી પાસે રિફન્ડ ઓર્ડર માટે રૂ.20 હજારની લાંચ માગી હતી.જે બાદ ફરિયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવતા ACBએ છટકું ગોઠવીને અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ACBએ આ લાંચિયા અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ સાથે જ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે ACBએ સ્વામીનારાયણ ચોક નજીક આવેલા અધિકારીના મકાનમાં પણ રેડ પાડી હતી અને અપ્રમાણસર મિલકત કેટલી ભેગી કરી છે તે દિશામાં ઝીણવટ ભેર તપાસ હાથ ધરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">