Mumbai NCB Raid: મુંબઈમાં ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર NCBની રેડ, શાહરુખ ખાનના દીકરા આર્યનની પૂછપરછ શરૂ

|

Oct 03, 2021 | 10:13 AM

Mumbai NCB Raid: શાહરૂખના પુત્રએ જણાવ્યું છે કે તેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો, આર્યનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી

Mumbai NCB Raid: મુંબઈમાં ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર NCBની રેડ, શાહરુખ ખાનના દીકરા આર્યનની પૂછપરછ શરૂ
Aryan Khan with Shahrukh Khan - File Photo

Follow us on

Mumbai NCB Raid: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મુંબઈમાં ક્રૂઝ પર આયોજિત ડ્રગ્સ પાર્ટીમાં દરોડા દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોની અટકાયત કરી છે. જેમાં બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું પણ નામ સામે આવ્યું છે. NCBના સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીને શુક્રવારે રેવ પાર્ટી વિશે માહિતી મળી હતી. આ પછી CISF અધિકારીઓની મદદથી દરોડા પાડવામાં આવ્યા હતા.

ક્રુઝ લાઈનરની તપાસ હજુ ચાલુ છે. અનેક રૂમની તપાસ કરવામાં આવી છે. જ્યારે ઘણા રૂમ હજુ બાકી છે. અહીંથી ચાર પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે. આમાં MDMA, મેફેડ્રોન, કોકેન અને હશીશનો સમાવેશ થાય છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે કહ્યું કે કેટલાક લોકોની તપાસ કરવામાં આવી છે. ઘણા લોકોની તપાસ ચાલી રહી છે. અત્યારે કંઇ કહેવું યોગ્ય રહેશે નહીં. સ્થળ પરથી ડ્રગ્સ મળી આવ્યા છે. અમે 8 લોકોની પૂછપરછ કરી રહ્યા છીએ, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

પૂછપરછ દરમિયાન, બોલિવૂડ સ્ટાર શાહરૂખના પુત્રએ જણાવ્યું છે કે તેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો અને પાર્ટીમાં હાજરી આપવા માટે તેણે કોઈ પૈસા આપ્યા ન હતા. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું છે કે આર્યનની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ક્રૂઝ ગોવા જઈ રહી હતી અને તેના પર સેંકડો મુસાફરો હતા. ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી યોજવામાં આવી હોવાની સૂચના મળતાં NCB ટીમે અહીં દરોડો પાડ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે કેટલાક મુસાફરો પાસેથી પ્રતિબંધિત માદક દ્રવ્યો મળી આવ્યા છે. એમ પણ કહ્યું કે ક્રુઝમાંથી કોઈ મુસાફરને ઉતરવાની મંજૂરી આપવામાં આવી નથી અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

લગભગ 800 થી 1,000 મુસાફરોને લઈને જતી આ ક્રૂઝ 4 ઓક્ટોબરે મુંબઈ પરત આવવાની હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જહાજમાં અનેક હસ્તીઓ હતી. અટકાયત કરાયેલા લોકોને રવિવારે મુંબઈ પરત લાવવામાં આવશે. NCB છેલ્લા વર્ષથી ડ્રગના કેસો પર સક્રિયપણે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો: ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો મતદાન શરૂ

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Published On - 8:20 am, Sun, 3 October 21

Next Article