ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો મતદાન, મતદારોમાં ઉત્સાહ

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 10:14 AM

ગુજરાતમાં  સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. જેમાં ગાંધીનગર મનપાની 44 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.

ગુજરાતની(Gujarat) ગાંધીનગર મહાનગરપાલિકાની(Gandhinagar Corporation)  11 વોર્ડની 44 બેઠકો માટે રવિવારે મતદાન શરૂ થયું છે.  આ પૂર્વે  ચૂંટણીની(Election) અંતિમ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા કરી લેવામાં આવી છે.  ચૂંટણી અધિકારીઓ  11 વોર્ડના 284 મતદાન મથકો પર EVM સહિતનું જરૂરી સાહિત્ય પહોંચાડયુ છે.  ગાંધીનગરમાં 4 અતિ સંવેદનશીલ, 144 સંવેદનશીલ અને 136 સામાન્ય મતદાન મથક સામેલ છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે  3 ઓકટોબરે રવિવારના રોજ મતદાન યોજાશે. જેમાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે,

આ મતદાન મથકો પર 1500થી વધુ કર્મચારી, અધિકારી ફરજ પર તૈનાત કરાયા છે. ગાંધીનગરના 144 સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્રએ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.

ગાંધીનગર મનપાની EVM મશીન દ્વારા ચૂંટણી યોજાશે. જેની માટે 315 CU અને 630 BU મશીનનો ઉપયોગ કરાશે.ગાંધીનગર મનપા માટે 284 મતદાન મથકો પર મતદાન યોજાશે.જેમાં જેમા 69 મતદાન મથકો સંવેદનશીલ અને 34 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીની વાત કરીએ તો કુલ 11 વોર્ડ 44 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં 22 બેઠકો મહિલા અનામત છે. તો 5 બેઠક અનુસૂચિત જાતિ માટે અને 1 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2.82 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

આ ઉપરાંત નવા સીમાંકન બાદ પ્રથમ ચૂંટણી છે. જયારે ગાંધીનગર મનપાની આ ત્રીજી ચૂંટણી છે.વર્ષ 2020માં નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ નવા સીમાંકન બાદ વોર્ડની સંખ્યા બદલાઈ હતી. જેમાં 8 વોર્ડને બદલે હવે 11 વોર્ડ થયા છે અને 32 બેઠકોને બદલે 44 બેઠકો થઈ છે.

આ પણ વાંચો :  કોરોનાથી બચવા હજુ પણ માસ્ક હિતાવહ નિષ્ણાત તબીબોનો મત

આ પણ વાંચો : પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ લઇ આ નેતાએ જાહેરમાં કર્યો કટાક્ષ, “બધું પતિ ગયું!”

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">