AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈના બોરીવલીમાં ગુંડારાજ, ધોળા દિવસે વકિલ પર કરાયો હુમલો

હથિયાંર લઈને આવેલા ગુંડાઓના એક ટોળાંએ એડવોકેટ સત્યદેવ જોશીની કારને રસ્તાં વચ્ચે રોકી અને સત્યદેવને બહાર નિકળવાં મજબુર કર્યાં અને બહાર નિકળતાં જ તલવાર અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો.

મુંબઈના બોરીવલીમાં ગુંડારાજ, ધોળા દિવસે વકિલ પર કરાયો હુમલો
બોરીવલી પોલીસ સ્ટેશન
Nidhi Bhatt
| Edited By: | Updated on: Jul 19, 2021 | 7:53 PM
Share

મુંબઈ (mumbai) ના બોરીવલી વિસ્તારમાં રવીવારે એક આઘાતજનક ઘટના સામે આવી છે. ધોળા દિવસે તલવાર અને લાકડીઓ વડે એક વકિલ ઉપર હુમલો કરવામાં આવ્યો. હથિયાંર લઈને આવેલા ગુંડાઓના એક ટોળાંએ એડવોકેટ (advocate) સત્યદેવ જોશીની કારને રસ્તાં વચ્ચે રોકી અને સત્યદેવને બહાર નિકળવાં મજબુર કર્યાં અને બહાર નિકળતાં જ તલવાર અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો.

હાલ સમગ્ર ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા(social media) પર વાયરલ(viral) થઈ રહ્યો છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં 15 થી વધુ લોકો શામેલ હતા.વકીલ સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જો કે તેઓ તલવાર અને સળિયાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા.

એડવોકેટ મદન  ગુપ્તાએ આ ભયાનક હુમલાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે 5 થી 6 લોકોએ સત્યદેવ જોશી ઉપર હથિયારો વડે હુમલો કર્યો હતો, ત્યારે રાહદારીઓ આ ઘટનાને અનદેખી કરીને આગળ વધતાં રહ્યા હતાં. જ્યાંરે હુમલો થયો ત્યારે તેમના ક્લાઈન્ટ પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યાં હતાં.

સમાચાર સંસ્થાના અહેલાલ મુજબ આ મામલે મુંબઇ પોલીસે કેસની નોંધ લીધી અને  એફઆઈઆર નોંધી છે. રમખાણો અને હત્યાના પ્રયાસ માટે સંબંધિત કલમો હેઠળ હાલ કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઇઆર બોરીવલીના એમએચબી પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 307, 326,324, 504 અને 506 હેઠળ દાખલ કરવામાં આવી છે. . વીડિયોમાંથી ઓળખાયેલા ત્રણ વ્યક્તિઓની  ધરપકડ પણ કરવામાં આવી છે.

આ હુમલા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે. મુંબઈ પોલીસે પણ આ હુમલાનું કોઈ સ્પષ્ટ કારણ જાહેર કર્યું નથી. જો કે કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈનાં એક ડેવલોપર સાથે ચાલી રહેલાં સંપતિ વિવાદને લઈને આ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાંમાં વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમની કાંદિવલીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વધારે વિગતોની રાહ જોવાઇ રહી છે. આ ઘટનાએ આર્થિક રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ પણ વાંચો : શું ચીનને નથી પોતાની વેક્સિન પર ભરોસો ? પોતાના નાગરીકોને આપશે જર્મન વેક્સિન

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">