AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ચાર સ્થળે બોમ્બની અફવા ફેલાવનાર હતો દારૂના નશામાં, પોતાની મજા માટે કર્યું આ કાંડ

પોલીસે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, અમિતાભ બચ્ચનના બંગલા અને અન્ય બે સ્થળોએ બોમ્બની અફવા ફેલાવનાર બંને વ્યક્તિઓને ઝડપી લીધા છે.

Mumbai: ચાર સ્થળે બોમ્બની અફવા ફેલાવનાર હતો દારૂના નશામાં, પોતાની મજા માટે કર્યું આ કાંડ
Mumbai Police caught the one who spread rumors of bombs at four places
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 7:48 PM
Share

પોલીસે મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), અમિતાભ બચ્ચનના બંગલા અને અન્ય બે સ્થળોએ બોમ્બની અફવા ફેલાવનાર બંને વ્યક્તિઓને ઝડપી લીધા છે. પોલીસે બંનેને શિલફાટા પાસે પકડી લીધા. ગટારીની પાર્ટી શરૂ થવાની હતી. બંને નશામાં હતા. મજા-મજામાં પોલીસને કોલ કરીને હંગામો મચાવ્યો હતો. મહારાષ્ટ્રમાં ગટારીને ખાસ દિવસ કહેવામાં આવે છે. આ દિવસે નોન-વેજ ઘણું ખાવામાં આવે છે, કારણ કે, તે પછી એક મહિના સુધી નોન-વેજ ફૂડ બંધ થઈ જાય છે. નોન-વેજ સાથે ઘણી જગ્યાએ દારૂ પીવામાં આવે છે.

મુંબઈ પોલીસને શુક્રવારે રાત્રે 8:53 વાગ્યે 100 નંબર પર કોલ આવ્યો. આ કોલથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગઈ હતી. ફોન કરનારે મુંબઈમાં ચાર સ્થળે બોમ્બ હોવાની જાણ કરી હતી. પોલીસ પૂરી તાકાત સાથે સર્ચ ઓપરેશનમાં લાગી ગઈ. આખી રાત પરેશાન રહ્યા બાદ પોલીસને કશું મળ્યું નહીં. આ દરમિયાન મોબાઈલ લોકેશનના આધારે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી. પોલીસે શીલફાટા વિસ્તારમાંથી બે લોકોની ધરપકડ કરી હતી.

આ બંનેના નામ રાજુ અંગારે અને રમેશ શિરસાત છે. ગુટારીની ઉજવણી કરતી વખતે બંનેએ ઘણું પીધું અને નશો કરતી વખતે તેઓએ પોલીસને બોમ્બ વિશે જાણ કરી હતી. આ રીતે રાતોરાત સર્ચ ઓપરેશન બાદ બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઇ હતી.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ભાયખલા રેલવે સ્ટેશન, દાદર રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પાસે ચાર સ્થળે બોમ્બ લગાવવામાં આવ્યા છે. આવી કેટલીક માહિતી આપતા મુંબઈ પોલીસને એક ફોન આવ્યો. આ કોલથી મુંબઈ પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ. ચારેય સ્થળોએ સર્ચ ઓપરેશન તરત જ શરૂ થયું.

રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ, બોમ્બ સ્કવોડ અને ડોગ સ્ક્વોડે બધાએ બોમ્બની શોધ શરૂ કરી. સર્ચ ઓપરેશનમાં લાગેલી ટીમે આખી રાત મથતી રહિ પણ બોમ્બના નામે કશું જ મળ્યું નહિં. આ પછી પોલીસ નિષ્કર્ષ પર આવી કે, તે અફવાઓ ફેલાવવા માટે કરવામાં આવેલો કોલ હતો. આ પછી પોલીસે ફોન કરનારની શોધ શરૂ કરી હતી.

‘જ્યારે પોલીસે પકડ્યો ત્યારે જવાબ મળ્યો, હું નિર્દોષ છું, સંપૂર્ણ દોષ દારૂનો છે’

જ્યાંથી બોમ્બ મૂકવાનો કોલ આવ્યો હતો પોલીસે તે જ નંબર પર ફોન કર્યો હતો. ત્યાંથી પોલીસને જવાબ મળ્યો કે, તેઓએ જેટલું જાણ્યું તેટલું કહ્યું, હવે મને પરેશાન ન કરો. એમ કહીને સામેની વ્યક્તિએ ફોન કાપી નાખ્યો. આ પછી ફોન સ્વીચ ઓફ કહેતો હતો. પરંતુ કોઈક રીતે પોલીસ મોબાઈલ લોકેશનના આધારે કોલર સુધી પહોંચવામાં સફળ રહી. રાજુ અંગારે અને રમેશ શિરસાતની થાણેના શિલફાટા પાસે પોલીસે ધરપકડ કરી હતી. એક આરોપી ટ્રક ડ્રાઈવર છે. બંને થાણેના શેલફાટા પાસે ગટારીની પાર્ટી કરી રહ્યા હતા. તેણે પોલીસને જણાવ્યું કે, આ બધુ જ આ બંનેને નશામાં કર્યું હતું.

આ પણ વાંચો: Neeraj Chopra Gold: આ કારણોથી નિરજ ચોપરા માટે ગોલ્ડ મેડલ જીતવું હતું નક્કી, વાંચો રેકોર્ડ

આ પણ વાંચો: Bajrang Punia : કુસ્તીમાં બજરંગ પુનિયાની શાનદાર જીત થઈ

g clip-path="url(#clip0_868_265)">