ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના ઘરે પાડ્યા દરોડા, પોતાની ધરપકડને રાજ કુન્દ્રાએ, બોમ્બે હાઈકોર્ટ પડકારી

મુંબઈ પોલીસને શંકા છે કે રાજે અશ્લીલ ફિલ્મ દ્વારા કરેલી કમાણીના નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટો રમવામા કરતો હતો. આથી રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકાના ખાતા વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાની જરૂર છે

ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના ઘરે પાડ્યા દરોડા, પોતાની ધરપકડને રાજ કુન્દ્રાએ, બોમ્બે હાઈકોર્ટ પડકારી
રાજ કુન્દ્રા કેસમાં, મુંબઈ ક્રાઇમ બ્રાંચે શિલ્પા શેટ્ટીના ઘરે પાડ્યા દરોડા
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 23, 2021 | 5:58 PM

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે, આજે શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty ) ઘરે, રાજ કુન્દ્રાના ( Raj Kundra) ) પોર્ન વીડિયો કેસમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રાજ કુન્દ્રાના બેક ટ્રાન્જેકશન અને અન્ય વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અગાઉ રાજની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ભૂતકાળમાં થયેલા દરોડામાં ક્રાઈમ બ્રાંચને ( mumbai crime branch ) પોર્ન વીડિયોના ધંધા સાથે જોડાયેલા ઘણા પુરાવા મળ્યા હતા. ટીમે રાજના ઘર અને ઓફિસના સર્વરો કબજે કર્યા હતા. આ સાથે રાજ કુન્દ્રાના (Raj Kundra ) સગા પ્રદીપ બક્ષી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. જો કે, આ મામલે હજુ સુધી શિલ્પા શેટ્ટીની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી.

રાજ કુન્દ્રાના પોલીસ રિમાન્ડ 23 જુલાઇ શુક્રવારે પૂરા થચા હતા. પોલીસે આ કેસમાં રાજની વધુ પૂછપરછ માટે વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. બન્ને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ, કોર્ટે, રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી આગામી 27 જુલાઇ સુધી મંજૂર કરી હતી. કુંદ્રાની સાથે રાયન થારપની પણ પોલીસ કસ્ટડી વધારવામાં આવી છે.

મુંબઈ પોલીસને ( mumbai police ) શંકા છે કે રાજે અશ્લીલ ફિલ્મ દ્વારા કરેલી કમાણીના નાણાંનો ઉપયોગ ઓનલાઈન સટ્ટો રમવામા કરતો હતો. આથી રાજ કુંદ્રાના યસ બેંક ખાતા અને યુનાઇટેડ બેંક ઓફ આફ્રિકાના ખાતા વચ્ચેના ટ્રાન્ઝેક્શનની તપાસ કરવાની જરૂર છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસની તપાસ આ વર્ષની શરૂઆતમાં મુંબઇ નજીકના બંગલામાં પોર્ન શૂટિંગ થઈ રહ્યુ હોવાની માહિતીથી શરૂ થઈ હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌંભાડના તાર રાજ કુંદ્રા સુધી પ્રસરેલા છે.

રાજ તપાસમાં સહકાર આપી રહ્યો નથી ક્રાઈમ બ્રાંચનો આરોપ છે કે રાજ કુંદ્રા તપાસમાં પુરતો સહકાર નથી આપી રહ્યો. તે પોલીસના પ્રશ્નોના યોગ્ય જવાબ પણ આપી રહ્યો નથી. કોર્ટમાં હાજર થયા બાદ રાજ કુંદ્રાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે ઘણા દિવસો પહેલા, પોતાના બનેવી પ્રદીપ બક્ષીને હોટશોટ એપ વેચી મારી હતી. માહિતી માટે, તમને જણાવી દઈએ કે પ્રદીપ રાજનો સંબંધી છે.

આ પણ વાંચોઃ રાજ કુન્દ્રાની ધરપક્ડ બાદ શિલ્પા શેટ્ટીની પહેલી પોસ્ટ, કહ્યું કે- મેં ઘણી તકલીફનો સામનો કર્યો છે હવે આવનારો સમય…

આ પણ વાંચોઃ Maharashtra: રાયગઢમાં ભૂસ્ખલનથી 38ના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા, જુઓ વીડિયો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati