દ્વારકા ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, મોરબી ડ્રગ્સ કેસમાં ચોંકાવનારા ખુલાસા, જાણો વિગત
Drugs Case: દ્વારકામાંથી 120 કરોડના ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ શરુ થઇ ગયો છે. તો મોરબી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.
દ્વારકાના (Dwarka) નાવદ્રા ગામેથી ઝડપાયેલા 120 કરોડના ડ્રગ્સ કેસમાં (Drugs Case) ATS ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. તો મોરબી (Morbi Drugs Case) હેરોઇન કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. મોરબી કોર્ટે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે વધુ પૂછપરછ માટે મોરબી કોર્ટમાં રજૂ કર્યાં હતા. રિમાન્ડ દરમિયાન હેરોઇન કેસમાં કેટલાક રાઝ ખુલી શકે છે. મહત્વનું છે કે નાવદ્રા ગામેથી અનવર મુસા પટેલિયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
જણાવી દઈએ કે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના નાવદ્રા ગામેથી 120 કરોડની કિંમતનું વધુ 24 કિલો હીરોઇન ઝડપાયું હતું. ગુજરાત ATS એ હેરોઈન સાથે 3 લોકોની ધરપકડ પણ કરી હતી. જેના રિમાન્ડ પણ કોર્ટે મંજુર કરી દીધા છે. તો મોરબીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસના તાર છેક પંજાબ પહોંચ્યાં છે. ત્રણ આરોપીની ધરપકડ બાદ ડ્રગ્સના નેટવર્કને આરોપી ભૂષણ શર્મા ઉર્ફ ભોલા શૂટર પંજાબની ફરીદકોટ જેલમાંથી ઓપરેટ કરતો હોવાનો ખુલાસો થયો હતો.
ATSની તપાસમાં સામે આવ્યું હતું કે, પંજાબની ફરિદકોટ જેલમાં બંધ ભૂષણ શર્મા ઉર્ફે ભોલો શૂટર નામનો શખ્સ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. ભૂષણ શર્મા ઉર્ફે ભોલા શૂટર સામે અનેક રાજ્યોમાં ખંડણી અને હત્યાના કેસ નોંધાયેલા હોવાનો પણ ખુલાસો થયો છે. મોરબીના ઝિંઝુડામાંથી ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આરોપીએ નાવદ્રામાં ડ્રગ્સ છૂપાવાયું હોવાનું કબૂલ્યું હતું.
મોરબીથી પકડાયેલા ડ્રગ્સ કેસની પુછપરછમાં મોટી વિગતો પણ સામે આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઝબ્બાર સાથે તેના કાકા ઇશારાવ પણ સંકળાયેલા હતા. અને ઇશારાવ અને ઝબ્બાર દ્વારા આખુ કન્સાઇન્મેન્ટ લવાયું હતું. તો આરોપી ગુલામ દ્વારા દરિયા મારફતે ડ્રગ્સને મોરબી લવાયું હતું. અને અહીંયાથી આ કન્સાઇન્મેન્ટ પંજાબ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે. પંજાબનો અંકિત જાખડ અને અરવિંદ યાદવ કન્સાઇન્મેન્ટ લેવા રાજસ્થાન આવવાના હતા. તો ATSએ રાજસ્થાનથી અરવિંદ યાદવ અને ઇકબાલ ડાડાની પણ ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Surendranagar: માવઠાથી કચ્છના નાના રણમાં સ્થિતિ કફોડી, હજારો અગરિયા ફસાયા હોવાની આશંકા
આ પણ વાંચો: Ahmedabad: દિવાળી પહેલા રસ્તાઓના સમારકામનો AMC નો હતો વાયદો, હજુ કેડીલા બ્રિજની હાલત છે ખરાબ