AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh Crime News : બાળકી ગુમ થવા મામલે મોટો ખુલાસો, માતાએ જ 7 મહિનાની બાળકીની કરી હત્યા !

જૂનાગઢમાં ગુમ થયેલી બાળકીની પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી શોધખાળ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકી નદી કાંઠેથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

Junagadh Crime News : બાળકી ગુમ થવા મામલે મોટો ખુલાસો, માતાએ જ 7 મહિનાની બાળકીની કરી હત્યા !
Junagadh Crime
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 8:01 AM
Share

Junagadh : જૂનાગઢમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. નજીવી બાબતે માતાએ જ બાળકીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. માળીયા હાટીના (Maliya Hatina) તાલુકાના માતરવાણીયા ગામની પરણિતાએ પોતાની 7 મહિનાની ફૂલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારતા પંથકમાં અરેરાટી ફેલાઈ છે.

આ પણ વાંચો  જૂનાગઢમાં જર્જરિત બાંધકામો દૂર કરવા 12 જેટલી મિલકતોને ફટકારી નોટિસ, પાલિકા વીજ, પાણી અને ગટરના કનેક્શન કાપશે, જુઓ Video

માળીયા હાટીના માતરવાણીયા ગામે બની ઘટના

સમગ્ર ઘટનાની વાત કરીએ તો માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે એક બાળકી ગુમ થવાની ઘટના સામે આવી હતી. બાળકી ગુમ થતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાળકી ન મળતાં આખરે તેમણે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ માળીયા હાટીના પોલીસ અને વન વિભાગ તપાસ હાથ ધરી હતી.

ડોગ સ્ક્વોડની મદદથી બાળકીનો મૃતદેહ શોધાયો

પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી બાળકીની શોધખાળ હાથ ધરી હતી. આ દરમિયાન બાળકી નદી કાંઠેથી મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસે પરિવાર પર શંકાના આધારે પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે બાળકીની માતાને કડક પૂછપરછ કરતા માતા પડી ભાંગી હતી અને સમગ્ર હકીકત જણાવી હતી.

માતાએ પોતાની બાળકીને નદીમાં ફેંકી કરી હત્યા

પોલીસ તપાસમાં બાળકીની માતાએ પોતાની 7 મહિનાની ફૂલ જેવી બાળકીને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી હતી. બાળકીની માતાએ કબૂલાત કરી હતી કે વારંવાર થતા ઘર કંકાસથી કંટાળી પોતાની બાળકીને નદીમાં ફેંકી મોતને ઘાટ ઉતારી હતી. આ મામલે હાલ FSL દ્વારા તપાસ શરુ કરાઇ છે.

(Input By : VijaySinh Parmar, junagadh)

 જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">