જૂનાગઢના માંગરોળ શહેરમાં ફરી જોવા મળ્યું આંખલા યુદ્ધ, જુઓ Video
જૂનાગઢના માંગરોળમાં ‘રખડતો આતંક' સામે આવ્યો છે કારણ કે જાહેર માર્ગ પર બે આખલા બાખડ્યા હતા. વાહન ચાલકો અને સ્થાનિકોમાં દોડધામ મચી હતી. સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે.
જૂનાગઢના માંગરોળ શહેરમાં (Mangrol city) રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. ફરી એક વાર જાહેર માર્ગ પર આખલાયુદ્ધ સર્જાયું હતું જે ઘટનના વીડિયો સામે આવ્યા છે. બે આખલા બાખડતા લોકોમાં દોડધામ મચી હતી. વાહન ચાલકો અને સ્થાનિકો જીવ બચાવવા ભાગ્યા હતા. મહત્વનું છે કે અગાઉ આ પ્રકારે ઘણી ઘટનાઓ સામે આવી છે. જેમાં કેટલાક લોકોના જીવા પણ ગયા છે.
આ પણ વાંચો : જૂનાગઢના ચિત્તખાના ચોક પાસે ભૂવો, 15 દિવસથી પડેલા ભુવાને લઈ લોકોને હાલાકી, જુઓ Video
વારંવાર આ પ્રકારે આખલાયુદ્ધથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે લોકોમાં આ બાબતનો વહેલી તકે નિકાલ કરવાની માગ સાથે રોષ ફેલાયો છે. નગરપાલિકા કોઇ કાર્યવાહી ન કરતા મુશ્કેલી વધી હોવાનો સ્થાનિકો રાગ આલાપી રહ્યા છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos