માથા ભારે પત્નીથી પીડિત પતિએ ગુમાવ્યું 21 કિલો વજન! પતિની અરજી પર હાઇ કોર્ટે છૂટા-છેડા કર્યા મંજૂર

TV9 GUJARATI

|

Updated on: Sep 10, 2021 | 3:37 PM

વર્ષ 2012 એપ્રિલમાં તેના લગ્ન થયા હતા અને ત્યારથી જ તેની પત્નીનો વહેવાર પોતાની અને પોતાના (પતિના) પરિવાર સાથે અત્યંત ક્રૂર રહ્યો છે.

માથા ભારે પત્નીથી પીડિત પતિએ ગુમાવ્યું 21 કિલો વજન! પતિની અરજી પર હાઇ કોર્ટે છૂટા-છેડા કર્યા મંજૂર
માથા ભારે પત્નીથી પીડિત પતિએ ગુમાવ્યું 21 કિલો વજન !

Follow us on

પત્ની પીડિત પતિનો એક અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે. જેમાં પત્નીનો ત્રાસ એટલી હદ વટાવી ગયો કે બિચારા પતિદેવે પોતાનું 21 કિલો વજન ગુમાવી દીધું (Husband Loss 21 kg Weight). પતિ-પત્નીનો આ ઝઘડો કોર્ટ સુધી પહોચ્યો જેમાં હરિયાણાની હિસાર કોર્ટે (Hisar Famliy Court) છૂટા-છેડા (Divorce) મંજૂર કર્યા હતા.

હિસાર કોર્ટના આ ચુકાદાને મહિલાએ વડી અદાલતમા પડકાર્યો હતો. જેમાં પંજાબ-હરિયાણા હાઇ-કોર્ટે (Punajab Hariyana High Court) મહિલાની અરજી ફગાવી દીધી હતી અને ફેમેલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. ચાલો જાણીએ સમગ્ર મામલો.

પત્નીના અત્યાચારથી પીડિત પતિએ હિસાર ફેમેલી કોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું કે તે પોતે 50 ટકા વિકલાંગ, કાનેથી ઓછું સાંભળનારો છે. વર્ષ 2012 એપ્રિલમાં તેના લગ્ન થયા હતા અને ત્યારથી જ તેની પત્નીનો વહેવાર પોતાની અને પોતાના (પતિના) પરિવાર સાથે અત્યંત ક્રૂર રહ્યો છે. લગ્ન સમયે તેનો વજન 74 કિલો હતો જે પત્નિની માનસિક ક્રૂરતાને લીધે ઘટીને 53 કિલો થઈ ગયો હતો.

લગ્નની શરૂઆતથી જ પરિવારિક સ્થિતિઓ બગાડવા લાગી હતી. પરંતુ તેને આશા હતી કે સમય જતાં પત્નીનો સ્વભાવ સુધરી જશે અને સ્થિત સામાન્ય થઈ જશે. પરંતુ આ બધુ ન અટકતા પત્નીનો સ્વભાવ વધુને વધુ ઉગ્ર થતો ગયો અને તેમાં જ પતિનો વજન 21 કિલો ઘટી ગયો.

હિસાર ફેમેલી કોર્ટે પત્નીને ક્રૂર માનીને બંનેના છૂટા-છેડા મંજૂર કર્યા હતા. બાદમાં પત્નીએ આ ચુકાદાને પંજાબ-હરિયાણા હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઇ કોર્ટે પત્નીની અપિલને નકારી કાઢી હતી અને નીચલી અદાલતનો ચુકાદો માન્ય રાખ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યુ હતું કે મહિલાએ તેના પતિ અને તેના કુટુંબ સામે ફોજદારી કેસો નોંધાવ્યા હતા, જે બધા જ ખોટા સાબિત થયા હતા. આ રીતે ખોટા કેસ કરવા તે માનસિક ક્રૂરતા જ ગણી શકાય.

સામે મહિલાએ પણ દલીલ કરતાં પતિ અને તેના પરિવાર પર દહેજની માંગણીના આરોપો લગાવ્યા હતા. પરંતુ કોર્ટે હકીકત જાણી હતી કે મહિલા 2016થી પોતાની પુત્રીને સાસરીમાં છોડીને પતિ સાથે અલગ થઈ ગઈ હતી અને ક્યારેય પતિના પરિવારે દહેજ માટે માંગણી કરી ન હતી.

આ પણ વાંચો: ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું બોલિવૂડ, બિગ બીથી લઈને અજયે આ રીતે પાઠવી શુભેચ્છાઓ

આ પણ વાંચો: યુદ્ધની સ્થિતિ અને ઈમરજન્સી લેન્ડીંગ માટે રાજ્યમાં આ 2 હાઈવે પર એરસ્ટ્રીપ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati