AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: મોતનો બદલો મોતથી ! અકસ્માતથી બાળકીનું મોત થતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ડ્રાયવરને જીવતો સળગાવ્યો

જો કે કેટલાક લોકો આગળ આવ્યા અને ડ્રાઇવરને (Driver) બચાવવાનો પ્રયાસ કર્યો અને હોસ્પિટલ ખસેડ્યો. ગંભીર રીતે દાઝી ગયેલા ડ્રાઇવરને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ડ્રાઇવનું મોત (Death) નિપજ્યું છે.

Dahod: મોતનો બદલો મોતથી ! અકસ્માતથી બાળકીનું મોત થતા રોષે ભરાયેલા સ્થાનિકોએ ડ્રાયવરને જીવતો સળગાવ્યો
Man burnt alive in Madhya Pradesh by crowd
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 12:57 PM
Share

મોતનો બદલો મોત. આ શબ્દો જરૂર આંચકો આપનારા છે, પરંતુ આ નરી વાસ્તવિકતા પણ છે. દાહોદ (Dahod) જિલ્લાની સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશમાં એક હૈયુ હચમચાવી દેનારી ઘટના બની છે. મધ્યપ્રદેશના (Madhya Pradesh) વણઝર ગામમાં પૂરપાટ ઝડપે જઇ રહેલી પિકઅપ વાનની અડફેટે 8 વર્ષિય બાળકીનું મોત નિપજ્યું હતુ. જો કે બાદમાં રોષે ભરાયેલા સ્થાનિકોએ પિકઅપ વાનના ડ્રાઇવરને જ્વલનશીલ પદાર્થ છાંટીને જીવતો સળગાવી દીધો. જેનું વડોદરાની (Vadodara) એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.

8 વર્ષની બાળકીનું પિકઅપ વાનની અડફેટે મોત

દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશની હદમાં આવેલા અલીરાજપુર જિલ્લાના છોટી પોલ ગામે હેવાનિયતની તમામ હદો પાર કરતો એક બનાવ સામે આવ્યો છે. અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના જામલી ગામના મગનભાઈ માનસિંગભાઈ પોતાના કબજા હેઠળની એક ગાડીમાં શ્રમીકોને કઠીવાડા મુકવા ગયો હતો. જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં ચંદ્રશેખર આઝાદ નગર તાલુકાના વણઝર ગામે 8 વર્ષીય કાંજીબેન નામની બાળકી રમતા રમતા રોડ પર આવી જતા મગનભાઈની પીકઅપ વાનની અડફેટે આવી ગઇ હતી. ઘટનામાં બાળકી કાંજીબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બાળકીના મોતનો હેવાનિયતની હદ વટાવે તેવો બદલો

જો કે બાળકીના અકસ્માત બાદ જે ઘટના બની તે કંપારી છુટી જાય તેવી છે. વણઝર ગામમાં પૂરપાટ ઝડપે જઇ રહેલી પિકઅપ વાનની અડફેટે 8 વર્ષની બાળકીનું તો મોત થયુ પણ બાળકીના મોત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે બાળકીના મોતનો બદલો લેવા સ્થાનિકોએ જે માર્ગ અપનાવ્યો તે હેવાનિયતની હદ પાર કરે તેવો હતો. રોષે ભરાયેલા લોકોએ પિકઅપ વાનના ડ્રાઇવરને જ્વલનશીલ પદાર્થ છાંટીને આગને હવાલે કર્યો અને જોતજોતામાં ડ્રાઇવર ભડભડ સળગી ઉઠ્યો. લોકોમાં બદલાનું ઝનૂન એટલી હદે સવાર હતું કે આગમાં લપેટાયેલા ડ્રાઇવરને લોકોએ પથ્થર પણ માર્યા.

જોકે કેટલાક લોકો આગળ આવ્યા અને ડ્રાઇવરને બચાવવાનો પ્રયાસ કર્યો અને હોસ્પિટલ ખસેડ્યો. ગંભીર રીતે દાઝી ગયેલા ડ્રાઇવરને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ડ્રાઇવનું મોત નિપજ્યું છે. આમ સ્થાનિકોએ બાળકીના મોતનો બદલો, ડ્રાઇવરને મોત આપીને લીધો. ઘટનાની ગંભીરતા જોઇને હાલ પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અને વીડિયોના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">